વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચિચપાડા (ગલકુંડ) ગામ ખાતે ટેન્ટ હાઉસનાં માલિક દ્વારા ટેન્ટ પ્રવાસીઓને ભાડે આપવામાં આવ્યા હતા.જોકે તે અંગેની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ નહોતી. જેને લઈને ડાંગ જિલ્લાનાં એસ.ઓ.જી.પોલીસ વિભાગનાં પી.એસ.આઈ.એમ.જી.શેખ દ્વારા જાહેરનામા ભંગ અંગેનો ગુનો ટેન્ટ હાઉસ માલિક વિરુદ્ધ નોંધાવ્યો છે.આહવા તાલુકાના ચિચપાડા (ગલકુંડ) ખાતે ટેન્ટ હાઉસનાં માલિક નરેશભાઈ કાશીરામભાઈ ભોંયે (રહે.ચિચપાડા (ગલકુંડ) તા.આહવા જી.ડાંગ ) એ પોતાના ટેન્ટ હાઉસ પ્રવાસીઓને ભાડેથી આપ્યા હતા.જોકે આ રીતે મકાન માલિક અથવા ટેન્ટ હાઉસનાં માલિક દ્વારા દુકાન કે મકાન અથવા ટેન્ટ ભાડેથી આપ્યુ હોય તો તેમણે તે અંગેની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે.વધુમાં ભાડે આપવામાં આવેલ પ્રવાસીઓનો ડેટા પણ નજીકનાં પોલીસ મથકે રજૂ કરવાનો હોય છે.જે અંગેનું ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમ છતાં ટેન્ટ હાઉસનાં માલિક નરેશભાઈ ભોયે દ્વારા ભાડુઆત અંગેની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપી ન હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટનાં જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેની જાણ ડાંગ જિલ્લા એસ. ઓ.જી.નાં પી.એસ.આઈ.એમ.જી.શેખ તથા પોલીસની ટીમને થતા સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી હતી. અને ટેન્ટ હાઉસનાં માલિક નરેશભાઈ ભોયે વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે જાહેરનામા ભંગ અંગેનો ગુન્હો નોંધાવ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસની ટીમે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel