
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ માતાજીનાં મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિશેષ શણગારાયેલા હિંડોળાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.કૃષ્ણ જન્મોત્સવના પર્વનાં પૂર્વસંદર્ભે યોજાયેલા આ કાર્યક્રમમાં મોગલકાલીન, બ્રિટિશ કાળ તેમજ ભારતીય ચલણના પૌરાણિક સિક્કાઓ તથા ૫૦થી વધુ દેશોની અલગ-અલગ ચલણી નોટો હિંડોળામાં સામેલ કરવામાં આવી હતી, જેને કારણે શણગારને ઐતિહાસિક અને વૈશ્વિક ઝાંખી પ્રાપ્ત થઈ.હિંડોળાનીચે ઘાસચરતી ગાયો, વાછરડા અને રથનું દૃશ્ય કૃષ્ણના ગોકુલ સંસ્મરણોને જીવંત બનાવતુ હતુ.આ સમગ્ર વાતાવરણ શ્રદ્ધા, સુંદરતા અને સૌમ્યતાથી છલકાયુ હતુ. હિંડોળા ઉજવણીમાં ગામના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી માતાજીના આશીર્વાદ સાથે કાનાના હિંડોળાના દર્શન લીધા હતા.અહી ભાવિક ભક્તો દ્વારા હિંડોળાની તૈયારીમાં ખૂબ ઉત્સાહપૂર્વક સહભાગીતા બતાવી હતી..





