વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી મરચાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પા સહિત મરચાનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજાઓ થવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..