KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસની સફળ કામગીરી, ગોધરા રાયોટીંગ કેસના બે વોન્ટેડ આરોપીઓ નાકાબંધી દરમિયાન ઝડપાયા.

 

તારીખ ૩૦/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ: જિલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ નાસતા ફરતા આરોપીઓને પકડવા સક્રિય બનેલી કાલોલ પોલીસે ગોધરા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હાના બે વોન્ટેડ આરોપીઓને નાકાબંધી કરી ઝડપી પાડ્યા છે.

નાયબ પોલીસ અધિક્ષક, કાલોલ વિભાગના નવિન આહિર દ્વારા નાસતા ફરતા આરોપીઓને વધુમાં વધુ પકડી પાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી. ભરવાડે અસરકારક વ્યુહાત્મક રણનીતિ બનાવી સ્ટાફને જરૂરી સૂચના આપી હતી.એ.એસ.આઈ. અરવિંદભાઈ તથા અ.પો.કો. ભરતભાઈની સંયુક્ત બાતમીના આધારે ગોધરા શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હાના નાસતા-ફરતા આરોપી (૧) મુસા અબ્દુલ લતીફ વાઢેલ રહે.ઈદગાહ મહોલ્લા, ગોધરા તથા (૨) ઈમરાન ઇલ્યાસ ફૈઝુ ઉર્ફે જાંબુ રહે. ઈદગાહ મહોલ્લા, ગોધરાને કાલોલ ગોમા નદી બ્રીજ ઉપર વાહન ચેકિંગ દરમિયાન નાકાબંધી કરી પકડી પાડવામાં આવ્યા હતા.બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ગોધરા ટાઉન “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. કાલોલ પોલીસની આ કામગીરીથી નાસતા ફરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

Back to top button
error: Content is protected !!