GUJARATIDARSABARKANTHA

**સુહાની (ગુડિયા) માલિવિયાની રક્ષાબંધનની ઉમંગભરી ઉજવણી**

**સુહાની (ગુડિયા) માલિવિયાની રક્ષાબંધનની ઉમંગભરી ઉજવણી**

સુહાની, જેને પરિવાર અને સ્નેહીઓ ગુડિયા તરીકે ઓળખે છે, માલિવિયા પુત્રવધુ છે તેમનું પિયર ચૂણાખાણ ગામમાં આવેલું છે. લગ્ન બાદ છેલ્લા એક વર્ષથી તેઓ સાસરી જુમસર છાપરામાં રહે છે અને ત્યાંના પરિવાર સાથે સુખ-શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યા છે.

આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે સુહાનીએ વિશેષ રીતે આ પર્વની ઉજવણી કરી. નજીકના ગામમાં જઈને તેમણે ત્રણ ભાઈઓને ભાઈ તરીકે અપનાવ્યા અને તેમને રાખડી બાંધી. આ પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણીમાં તેમણે પૂર્ણ ભાવ અને ઉમંગ સાથે ભાગ લીધો.

રક્ષાબંધનના આ પવિત્ર અવસરે સુહાનીએ રાખડી બાંધીને ભાઈ-બહેનના સ્નેહનું બંધન મજબૂત કર્યું. ત્રણેય ભાઈઓને રાખડી બાંધ્યા બાદ પરંપરા મુજબ તેમણે મીઠાઈઓ વહેંચી તેમજ હિન્દુ સંસ્કૃતિ મુજબ દીવો પ્રગટાવી ની કરવા માં આવે છે પરંતુ તેમને પ્રકૃતિ ની સાક્ષી અને પરિવાર સાથે મળીને આ તહેવારની ખુશી મનાવી. જુમસર છાપરા અને નજીકના ગામના વાતાવરણમાં આ ઉજવણી ખૂબ જ ઉમંગભરી અને સ્નેહભરી રહી.

સુહાનીની આ ઉજવણી દર્શાવે છે કે રક્ષાબંધન માત્ર રક્ત સંબંધનું જ નહીં, પરંતુ સ્નેહ અને સમર્પણનું પણ પર્વ છે. પિયર ચૂનાખાણથી સાસરી જુમસર છાપરા સુધીના તેમના જીવનના આ નવા અધ્યાયમાં આજનો રક્ષાબંધન ખાસ યાદગાર બની રહ્યો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!