AHAVADANG

Dang: આમ આદમી પાર્ટી એ શિક્ષકો અને ઓરડાની ઘટને લઈને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર…

વાત્સલ્યમ સમાચાર
ડાંગ

ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની તથા ઓરડાઓની અછત સહિતના અન્ય પ્રશ્નોને લઈને ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.અને સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની તથા ઓરડાઓની ઘટ જોવા મળે છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશોત્સવનાં કાર્યક્રમનાં તાયફાઓ કરવામાં આવે છે.અને આ વર્ષે પણ તા.૨૬-૨૭-૨૮ જુનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે સરકાર દ્વારા પ્રવેશોત્સવ ના નામ પર માત્ર તાયફાઓ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે.તેમજ ડાંગ આમ આદમી પાર્ટી એ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે.પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ 32000 થી વધુ શિક્ષકોની અને 38000થી વધુ ઓરડાઓની અછત છે. 14,652 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યની અંદાજે 38000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ/બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 31 માર્ચ 2023 ની પરિસ્થિતિએ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.ત્યારે આ સમગ્ર મામલાને લઈને ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.જેમાં ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રમેશભાઈ ગાયકવાડ, વિધાનસભા પ્રમુખ એડવોકેટ સુનિલ ગામીત, સુકરભાઈ પવાર, કમનભાઈ પવાર , ડાંગ જિલ્લા પ્રવક્તા મનોજ પવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

[wptube id="1252022"]
Back to top button