AHAVADANG

Dang: તારીખ ૧૫ મી નવેમ્બર ‘જન જાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી સંદર્ભે ડાંગ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

કાર્યક્રમમા પધારનાર મુખ્યમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમ સંદર્ભે યોજાઇ બેઠક
આગામી તારીખ ૧૫મી નવેમ્બરના રોજ ‘જન જાતીય ગૌરવ દિવસ’ ઉજવણીના રાજ્ય કક્ષાના સંભવિત કાર્યક્રમમા પધારનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રની એક બેઠક યોજાઇ હતી.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમા મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી અંગે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટર શ્રી મહેશ પટેલે વિગતે ચર્ચા કરી અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

બેઠક બાદ કલેક્ટરશ્રી સહિત જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક  કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળો અને હેલીપેડ ખાતે સ્થળ ચકાસણી કરવામા આવી હતી.

બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા સહિત સબંધિત ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!