વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનું એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહનું 84.78 ટકા પરીણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી HSC એટલે કે ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયુ છે.જેમા રાજ્યનું ધોરણ 12 સાયન્સનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોડબ્રેક 93.07 ટકા જેટલુ પરીણામ જાહેર થયુ છે.ત્યારે રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લો પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરીણામમાં 96.01 ટકા સાથે રાજ્યમાં ત્રીજા ક્રમાંકે આવ્યો છે.જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં પણ ડાંગ જિલ્લો 84.78 ટકા સાથે આશાસ્પદ પરીણામમાં ઉભરી આવ્યો છે.ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાંથી ધોરણ-12 એચ.એસ.સી બોર્ડ સામાન્ય પ્રવાહનાં પાંચ પરીક્ષા કેન્દ્રો પરથી કુલ-1655 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 1589 વિદ્યાર્થીઓ પાસ થયા છે.જ્યારે 66 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.ડાંગ જિલ્લામાં સામાન્ય પ્રવાહનાં પરીણામની ગ્રેડવાઈસ કેટેગરી પર નજર નાખીએ તો A1 ગ્રેડમાં 00,A2ગ્રેડમાં 94,B1 ગ્રેડમાં 421,B2 ગ્રેડમાં 580,C1 ગ્રેડમાં 368 ,C2 ગ્રેડમાં 120,D ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.જ્યારે ડાંગ જિલ્લામાંથી ધોરણ-12 એચ.એસ.સી બોર્ડ વિજ્ઞાન પ્રવાહનાં બે પરીક્ષા કેન્દ્રો પર કુલ-289 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 245 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.જ્યારે 44 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનાં પરીણામની ગ્રેડ વાઈસ કેટેગરી પર નજર નાખીએ તો A1 ગ્રેડમાં 00,A2ગ્રેડમાં 08,B1 ગ્રેડમાં 31,B2 ગ્રેડમાં 71,C1 ગ્રેડમાં 93 ,C2 ગ્રેડમાં 40,D ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.ડાંગ જિલ્લામાં એચ.એસ.સી બોર્ડ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સારૂ આવતા જિલ્લા કલેકટર શાલિની દુહાન,જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખ સહીત વહીવટી તંત્રની ટીમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી..બોક્ષ:-(1)ડાંગ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું શાળાવાઈઝ પરીણામ(1)જનતા હાઇસ્કુલ શામગહાન-100 ટકા (2) સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સાકરપાતળ 100 ટકા (3)વલ્લભ વિદ્યાલય ઉતર બુનિયાદી આહવાનું 100 ટકા,(4)સાંદિપની માધ્યમિક અને ઉચ્ચતર શાળા સાપુતારાનું 100 ટકા,(5)માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મહાલનું 100 ટકા,(6)ઉતર બુનિયાદી આશ્રમ શાળા શિંગાણાનું 100 ટકા પરિણામ,(7)નવચેતન હાઈસ્કૂલ ઝાવડાનું 100 ટકા,(8)માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રંભાસનું 100 ટકા પરિણામ ,(9)ગુરુકુળ માધ્યમિક અને ઉચ્ચતર શાળા ભદરપાડાનું 100 ટકા,(10)અંધજન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શિવારીમાળનું 100 ટકા,(11)એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ આહવાનું 100 ટકા,(12)એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સાપુતારાનું 100 ટકા,(13)એકલવ્ય બાલિકા નિવાસી કન્યા શાળા સાપુતારાનું 100 ટકા,(14)ઋતુંભરા કન્યા વિદ્યાલય સાપુતારાનું 98.80 ટકા,(15)સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીરનું 98.28 ટકા પરિણામ,(16)દિપદર્શન માધ્યમિક શાળા આહવાનું 98.28 ટકા પરિણામ,(17)માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પિંપરીનું 97.92 ટકા પરિણામ,(18)સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગાઢવીનું 97.30 ટકા પરિણામ,(19)સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવાનું 96.97 ટકા,(20)સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચિકારનું 97.67 ટકા પરિણામ,(21)નવજ્યોત હાઈ સ્કૂલ સુબીરનું 96.15 ટકા પરિણામ,(22)સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બોરખલનું 94.29 ટકા,(23)સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પિપલદહાડનું 93.75 ટકા પરિણામ,(24)સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ચિંચલીનું 92.11 ટકા,(25)માધ્યમિક અને ઉચ્ચતર શાળા ચીખલીનું 88 ટકા ,(26)સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કાલીબેલનું 86 ટકા,(27)ઉતર બુનિયાદી વિદ્યાલય ચીંચપાડાનું 85.42 ટકા,(28)સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વઘઈનું 84.93 ટકા પરિણામ આવેલ છે. બોક્ષ-(2)ડાંગ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું શાળાવાઈઝ પરીણામ.(1)એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ આહવાનું 100 ટકા,(2)એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ બારીપાડાનું 100 ટકા,(3)સંત થોમસ ઇ. મિ. ઝાવડાનું 100 ટકા,(4)સંતોકબા ધો. વી.માલેગામનું 97.92 ટકા,(5)દીપ દર્શન ઉ.મા શાળા આહવાનું 94.74 ટકા,(6)એકલવ્ય મો. સ્કુલ સાપુતારાનું 86.67 ટકા,(7)માધ્યમિક શાળા સાપુતારાનું 84.21 ટકા,(8)એકલવ્ય મો. સ્કુલ મહાલનું 80 ટકા,(9)સરકારી ઉચ્ચતર મા શાળા આહવાનું 50 ટકા,(10)સરકારી ખેતીવાડી ઉચ્ચતર મા શાળા વઘઈનું 38.89 ટકા,(11)સરકારી ઉચ્ચતર મા શાળા સુબિરનું 27.27 ટકા પરિણામ આવેલ છે.