MORBIMORBI CITY / TALUKO

ચિ.તનય ના જન્મદિવસ નિમિત્તે વાઘગઢ પ્રાથમિક શાળાના બાળકોને ટ્રેકસૂટ ભેટ આપવામાં આવ્યા

 

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી વાઘગઢ ગામના યુવા ભામાશા શ્રી યોગેશભાઈ કાનજીભાઈ છત્રોલા ના સુપુત્ર ચિ.તનય ના જન્મદિવસ નિમિત્તે વાઘગઢ પ્રાથમિક શાળાના બાળકોને દેશભક્તિ અને આપણા મહાન ક્રાંતિકારીઓના જીવન અને કાર્યોની માત્ર એક દિવસ પૂરતું નહીં પણ આખું વર્ષ હંમેશા સાથે રહે તેવા ઉમદા હેતુથી વાઘગઢ પ્રાથમિક શાળાના બાળકોને સરસ મજાનું વીર ભગતસિંહ ના ફોટા વાળો ટ્રેકસૂટ ભેટ આપેલ છે, આ ભેટથી પોતે એવું વિચારે છે માત્ર મોટા મોટા ખર્ચા કરી અને જન્મદિવસ ઉજવવા કરતા મારા ગામની પ્રાથમિક શાળામાં ભણતા મારા ગામના તેમજ શ્રમયોગી પરિવારના બાળકોને હું શિક્ષણમાં મારા ચિરંજીવીના જન્મદિવસે માત્ર મારા બાળકનો જ નહીં પણ આપણા બધાના બાળકોનો શિક્ષણમાં ખૂબ વિકાસ થાય અને દેશના સાક્ષરતામાં મારૂપણ થોડું યોગદાન ઉમેરાય અને પ્રગતિ કરે એવા ઉદેશ્ય સાથે આ કાર્યો કરવામાં આવે છે. આ અગાઉ પણ લીલા લહેર વાઘગઢ પ્રાથમિક શાળાના રૂમોનું ફોલોરીગ જેવા અનેક જગ્યાએ ક્રાંતિવીર બગીચા નો ગેટ શાળાને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું દાન આપનાર સાવ નાની ઉંમરના એવા ભામાશા યોગેશભાઈ તેમજ તેમના માતૃશ્રી દયાબેન અને પિતા શ્રી કાનજીભાઈ છત્રોલા દ્વારા સતત શાળાને નાની મોટી ભેટ રોકડ પુરસ્કાર તેમજ વસ્તુઓ રૂપે સતત દાન મળતું રહે છે, આ રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.વાઘગઢ માત્ર શાળા નહીં પરંતુ એક આદર્શ ભૌતિક સુવિધા થી સજ અને ગુરુકુળ પ્રણાલીથી ચાલતી શાળા સુધી પહોંચાડવા માટે ગામના દરેક વ્યક્તિનું આર્થિક,માનસિક અને શારીરિક યોગદાન ના કારણે ખૂબ વિકાસ પામેલ છે. આ તકે શ્રી કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા તેમજ સમસ્ત ગામનો શાળા પરિવાર આભાર માને છે.

 

Back to top button
error: Content is protected !!