વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં જૈન દેરાસરથી સનરાઈઝ પોઇન્ટ સુધીનાં રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. આ રસ્તો ચંદ્રની સપાટીની જેમ ઉબડ ખાબડ બની જવા પામેલ છે.જેના કારણે ઘણા ખરા પ્રવાસી વાહનો પણ ખોટકાતા હોય છે અને વાહન ચાલકોએ ત્યાંથી પસાર થતી વેળાએ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. તેમજ ઉલ્લેખનીય છે કે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હોવાથી દૂર દૂરથી પ્રવાસીઓ સાપુતારાને મુલાકાતે આવતા હોય છે જો કે અહી જોવાલાયક સ્થળોનાં રસ્તાની હાલત ખરાબ હોવાથી વાહનો પણ ખોટકાતા હોય છે અને પ્રવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા રસ્તાનાં સમારકામ કે નવીનીકરણ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રવાસી વાહનચાલકોમાં માંગ ઉઠવા પામી છે..