નવસારીના સણવલ્લા-ટાંકલ-રાનકુવા-રૂમલા-કરંજવેરી માર્ગના ફોરલેનિંગ અને મજબૂતીકરણની કામગીરી પ્રગતિ હેઠળ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવેલ સણવલ્લા-ટાંકલ-રાનકુવા-રૂમલા-કરંજવેરી માર્ગ પર વિકાસલક્ષી કામગીરી પ્રગતિ હેઠળ છે. આ માર્ગના કિ.મી. ૦/૦ થી ૩૮/૪ પૈકી ચેઇનેજ કિ.મી. ૧૨/૪ થી ૧૨/૬ વિસ્તારમાં માર્ગનું મજબૂતીકરણ, પહોળાઈ વધારો તથા ફોરલેનિંગ બીટ્યુમીન રોડ પેવિંગનું કામ પેવર અને ટેન્ડમ રોલરની કામગીરી પ્રગતી હેઠળ છે .
આ માર્ગના વિકાસથી ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું સંચાલન વધુ સુચારૂ બનશે, જેના પરિણામે સ્થાનિક વેપાર-વાણિજ્ય, શિક્ષણ અને દૈનિક મુસાફરીને પ્રોત્સાહન મળશે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે વધુ સારો સંપર્ક સ્થાપિત થતાં મુસાફરીનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતામાં વધારો થશે.
આ પ્રોજેક્ટનો સીધો લાભ ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને મળશે. કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોના ઝડપી પરિવહનનો લાભ મળશે.


