BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડની ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કંપનીના કામદારોને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા પ્રેરિત કરાયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી  મતદાર જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની જીઆઇડીસીમાં આવેલ  ગિરિરાજ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

        આ તકે કંપનીમાં કામ કરતા કામદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા અચુક મતદાન કરવાં પ્રેરિત કર્યા હતા. અને અન્ય નાગરીકોને પણ મતદાન કરવા પ્રેરીત કરવા જણાવ્યું હતું. તેમજ મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!