AHAVADANG

ડાંગ જિલ્લામાં ધુળેટી પર્વને લઈને ગામડાઓનું જનજીવન રંગબેરંગી રંગોથી રંગાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબિરમાં ધૂળેટી પર્વ નિમિત્તે લોકોએ રંગોની છોળો ઉડાડી પર્વની મજા માણી હતી જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ પણ એક બીજા સાથે રંગો લગાવી  ધુળેટી પર્વની ઉજવણી કરી.
<span;>રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હોળીનું પર્વ અનોખી રીતે ઉજવવામાં આવે છે.ડાંગ જિલ્લામાં હોળી પર્વ નિમિત્તે ભરાતા હાટ બજાર અને ઉપપર્વ એવો ડાંગ દરબાર મેળો જે સાંસ્ક્રુતિક વારસાનાં કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.ડાંગી આદિવાસીઓ માટે હોળીનું પર્વ એટલે ખાઉલા,પીઉલા અને નાચૂલાની ઉક્તિ સાર્થક કરે છે.ડાંગ જિલ્લામાં હોળી પર્વની ઉજવણીને લઈને લોકો પાંચ દિવસ સુધી કામકાજથી અળગા રહે છે.અને પોતાની મસ્તીમાં રાચતા દેખાઈ છે.ડાંગ જિલ્લામાં હોળીનાં ધુળેટી પર્વની આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના આહવા,વઘઇ, સુબિર સહિત ગામડાઓમાં ધુળેટી પર્વ નિમિત્તે આદિવાસી જન જીવન રંગબેરંગી રંગોથી રંગાયુ હતુ. ડાંગ જિલ્લામાં ધુળેટી પર્વને લઈને નાના ભૂલકા,યુવાનો,અને વૃધ્ધોમાં પણ ઉંમગ જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લામાં ધુળેટી પર્વમાં નાના ભૂલકાઓએ પિચકારીમાં રંગો અને પાણી ભરી એક બીજા પર છંટકાવ કર્યો હતો.ધુળેટી પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં લોકોએ વિવિધ પહેરવેશમાં રંગો સાથે રંગાઈને ઘરે ઘરે ફાગ ઉઘરાવ્યો હતો.સાથે નાનકડા ભૂલકા અને યુવાનોએ માર્ગ પર ઉભા રહી વાહનચાલકો પાસે ફાગ ઉઘરાવ્યો હતો.ડાંગી જનજીવને ધુળેટી પર્વ નિમિત્તે એક બીજા પર રંગબેરંગી રંગોની છોળો ઉડાવી હોળી/ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. ગિરિમથક સાપુતારા હોળીનાં પર્વ નિમિત્તે હાઉસફૂલ જોવા મળ્યુ હતુ.સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ હોટલ અને રેસ્ટોરન્ટમાં રંગબેરંગી રંગોની છોળો ઉડાડી અને એકબીજાને રંગી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધુળેટી પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!