AHAVADANG

સાપુતારા ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ ચોમાસામાં પાણી લિકેજ થતાં ભ્રસ્ટાચારની પોલ ખુલ્લી….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે તાજેતરમાં જ કરોડો રૂપિયાનાં ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં નિર્માણ બાદ પ્રથમ ચોમાસામાં ઠેર ઠેર લીકેજ થવા સાથે ઇજારદારે ઉતારેલી વેઠની ભ્રસ્ટાચારનો પોપડા ઉખડી જતા પોલ ખુલ્લી જવા પામી છે..

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક લોકો તથા પ્રવાસીઓનાં સારવાર માટે  તાજેતરમાં જ બનેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને ભ્રષ્ટાચાર આભડી જતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બિલ્ડીંગના સ્લેબ સહીત દીવાલમાં લીકેજ થઈ જતા સરકારી કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાનો  અહેસાસ સ્થાનિકો કરી રહ્યા છે.રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે જ આરોગ્ય કેન્દ્રમાં લીકેજ થઈ જતા ઇજારદારે બાંધકામમાં ઉતારેલી વેઠની પોલ ખુલ્લી પડી જવા પામી છે. સાપુતારા ખાતે ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય તેમજ આસપાસનાં ગામોનાં દર્દીઓ આવતા હોય દવાખાનામાં વરસાદી લીકેજને પગલે ભારે હાલાકી વેઠવાની નોબત  ઉભી થઈ રહી છે.અત્રે ઉલ્લેનીય છે કે વર્ષો પહેલા સામાન્ય નળીયા કે પતરાના સેડવાળા બનાવેલ આરોગ્ય વધૂ સુરક્ષિત હોવાનું લોકો જણાવી રહ્યા છે.જયારે હાલ અત્યાધુનિક સામગ્રી અને ટેક્નોલોજી સાથે આયુષ્યમાન આરોગ્ય મંદિરની પાક્કી બિલ્ડીંગમાં વરસાદી લીકેજ રહી જતા  બિલ્ડીંગ નબળી પડી જવાની સાથે જર્જરીત બનવાની શક્યતા નકારી શકાય નહી.તેવા સંજોગોમાં ઈજરદાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણમાં ઉતારેલી વેઠ બાબતે જાગૃત નાગરિક દ્વારા તકેદારી આયોગ સહીત મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે સાપુતારા આરોગ્ય કેન્દ્રની બિલ્ડીંગમાં ઇજારદારે ઉતારેલી વેઠ સામે કેવા પગલા ભરવામાં આવે તે જોવુ જ રહ્યુ.આ બાબતે ડાંગ જિલ્લા પી.આઈ.યુનાં ઈજનેર કેયુરભાઈ પટેલ ને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે હાલમાં જ હું અન્ય ઈજનેરને સૂચના આપી સાપુતારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા જણાવુ છું.તથા આરોગ્ય કેન્દ્રનાં મકાનની તપાસ કરી  કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

Back to top button
error: Content is protected !!