AHAVADANG

વાંસદા તાલુકાના મોટીભમતી ગ્રામ પંચાયત દ્વારા ૧૬૮ લાખના ખર્ચે બનેલ રસ્તાને સામે ચોમાસાએ તોડી નાખ્યું..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વાંસદા તાલુકાના મોટીભમતીથી હોળીપાડા જતા રસ્તાનું ડામરકામ પૂર્ણ થયાને હજુ થોડો સમય જ પૂર્ણ થયેલ છે, ત્યાં તો પાઈપલાઈન નાખવા ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતની પરવાનગી વિના નવો ડામર થયેલ રસ્તો ખોદી બુદ્ધિનું પ્રદર્શન કરેલ છે. એક બાજુ સરકાર દ્વારા રસ્તાના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામા આવે છે અને બીજી બાજુ ગ્રામ પંચાયત દ્વારા સરકારી ખર્ચે બનેલ રસ્તાઓને ખોદી સરકારી સંપત્તિને નુકશાન કરવામાં આવે છે. લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, જો એમણે પાઇપ લાઇન નાખવી જ હતી તો રસ્તો બન્યો એ પહેલાં પણ નખાવી શકતા હતા કે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન સાધી કામ કરી શકતા હતા કે જેથી રસ્તાને નુકસાન ન થાય પરંતુ, ગ્રામ પંચાયતના આ બુદ્ધિના પ્રદર્શનના કારણે ભોગવવાનો વારો અહીંની સામાન્ય જનતાને આવશે. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ પણ પોતાની જવાબદારી સમજી જાહેર સંપત્તિને પહોંચતું નુકસાન અટકાવતા નથી, તો પછી સામાન્ય જનતા પોતાની જવાબદારી કેવી રીતે સમજશે ? સરપંચ તરીકે પોતાના ગામમાં થતી કામગીરીમાં વિવિધ સરકારી એકમોનું સંકલનમાં કામ ન કરાવી સરકારનો વધારાનો ખર્ચ અને સંપત્તિને નુકસાન પહોંચાડે તેની જવાબદારી પ્રથમ નાગરિક એવા ગ્રામ પંચાયતના સરપંચએ સમજવું જોઈએ. સરકારના અલગ અલગ એકમો વચ્ચે કામગીરીમાં સંકલનના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. હાલ જ્યારે ચોમાસુ આવવાની તૈયારીમાં છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા નવા બનેલ રસ્તાનું ખોદકામ કરી દેતા લોકોમાં પણ નારાજગી ફેલાઈ હતી.

 

BOX… ચોમાસુ હાલમાં સક્રિય થવાના આરે હોય, એવા સંજોગોમાં ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઈનની કામગીરી કરવા માટે નવનિર્મિત રસ્તો ખોદી કાઢવામાં આવ્યો છે, જેની ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની મંજુરી લેવામાં આવી નથી સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે  કરોડોની ગ્રાન્ટ ફાળવી રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પંચાયત દ્વારા રસ્તાઓને આડેધડ ખોદી સરકારી તિજોરીને નુકશાન કરવામાં આવી રહ્યું છે જેને લઈ પંચાયતને નોટિસ ફટકારવામાં આવશે. – ગૌરાંગ પટેલ, ના.કા.પા ઈજનેર જિલ્લા પંચાયત માર્ગ મકાન વાંસદા

Back to top button
error: Content is protected !!