
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ : સુધારેલા કાર્યક્રમ સાથે સ્પર્ધાઓ માટે નોંધણી ચાલુ :
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭ અંતર્ગત ઓફલાઈન નોંધણી કરવાની અંતિમ તારીખ હવે તા. ૩૦/૦૮/૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. સાથે જ તાલુકા/ઝોનકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષાની સ્પર્ધાઓના કાર્યક્રમમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કલા મહાકુંભમાં વિવિધ વયજૂથના કલાકારો માટે કુલ ૩૭ વિવિધ કલાસ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધક પોતાના વયજૂથમાં સમાવિષ્ટ સ્પર્ધાઓમાંથી કોઈપણ એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
તાલુકા/ઝોનકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ માટેના ઓફલાઈન અરજીપત્રકો સંબંધિત તાલુકાના કન્વીનરશ્રીને નિયત સમયમર્યાદામાં જમા કરાવવાના રહેશે. જ્યારે સીધી જિલ્લા, પ્રદેશ અથવા રાજ્યકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ માટેના અરજીપત્રકો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૧૬૦૭, “કામાક્ષી”, પ્રથમ માળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી–૩૯૬૪૪૫ ખાતે જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નં. ૦૨૬૩૭-૨૮૦૬૬૩ પર સંપર્ક કરી શકાશે.
તાલુકાકક્ષા સ્પર્ધાઓ માટેના કન્વીનરશ્રીઓની વિગતો આ મુજબ છે:
નવસારી તાલુકો: બી.એન. તાતા ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ, નવસારી – કન્વીનર આચાર્યશ્રી હિતેશભાઈ પારેખ (મો. ૭૯૯૦૪ ૧૫૬૬૯), સહ-કન્વીનર શ્રી વંદનાબેન (મો. ૯૬૬૨૩ ૮૬૧૫૪).
જલાલપોર તાલુકો: ભારત વિદ્યાલય, કરાડી – કન્વીનર આચાર્યશ્રી ભરતકુમાર પરમાર (મો. ૮૪૬૦૮૯૯૪૦૨), સહ-કન્વીનર શ્રીમતી સ્વાતિબેન ઉમરેકર (મો. ૯૫૫૮૪૭૭૭૩૦).
ગણદેવી તાલુકો: આર.એન. નાયક સાર્વજનિક હાઈસ્કૂલ અને ભારત દર્શન ઉ.મા. હાઈસ્કૂલ, સરીખુરદ – કન્વીનર આચાર્યશ્રી બ્રિતેશભાઈ કે. ટંડેલ (મો. ૯૮૨૪૬ ૧૯૬૪૩), સહ-કન્વીનર ડૉ. કલ્પેશભાઈ એન. સોલંકી (મો. ૯૬૮૭૭૦૭૬૫૦).
ચીખલી તાલુકો: જય અંબે ઈન્ટરનેશનલ સ્કૂલ, સમરોલી – કન્વીનર આચાર્યશ્રી કેતનભાઈ કથિરીયા (મો. ૭૪૦૫૩ ૧૦૮૪૧), સહ-કન્વીનર શ્રી પ્રિયંકભાઈ પટેલ (મો. ૯૯૨૫૯ ૯૫૭૭૦) તથા શ્રીમતી કેતાબેન મિસ્ત્રી (મો. ૯૬૨૪૨ ૮૭૪૧૪).
વાંસદા તાલુકો: સ્વામી પ્રણવાનંદ પી.ટી.સી. કોલેજ, ગંગપુર – કન્વીનર આચાર્યાશ્રી હેમાબેન રાઠોડ (મો. ૭૬૨૧૮ ૦૫૦૪૦), સહ-કન્વીનર શ્રી ભાવિન પટેલ (મો. ૯૫૩૭૬ ૯૨૫૩૦).
ખેરગામ તાલુકો: શ્રી જનતા માધ્યમિક શાળા, ખેરગામ – કન્વીનર આચાર્યશ્રી ચેતનભાઈ પટેલ (મો. ૯૬૮૭૪ ૫૧૩૪૮), સહ-કન્વીનર શ્રી વિપુલભાઈ પવાર (મો. ૯૯૯૮૮ ૬૦૧૨૫).
ખાસ નોંધ: નવસારી અને જલાલપોર તાલુકાના તમામ સ્પર્ધકોએ અરજીપત્રકમાં તાલુકાના નામ સાથે મહાનગરપાલિકા વિસ્તાર લાગુ પડતો હોય તો વોર્ડ નંબર તથા ગ્રામ્ય વિસ્તારના સ્પર્ધકોએ ગ્રામ્ય વિસ્તારનો ઉલ્લેખ ફરજિયાત કરવાનો રહેશે. અન્યથા અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી સ્પર્ધકની રહેશે.
સ્પર્ધા માટેના વયજૂથ આ મુજબ રહેશે:
૦૬ થી ૧૪ વર્ષ: તા. ૦૧/૦૧/૨૦૧૩ થી ૩૧/૧૨/૨૦૨૦ વચ્ચે જન્મેલા હોવા જોઈએ.
૧૫ થી ૨૦ વર્ષ: તા. ૦૧/૦૧/૨૦૦૭ થી ૩૧/૧૨/૨૦૧૨ વચ્ચે જન્મેલા હોવા જોઈએ.
૨૧ થી ૫૯ વર્ષ: તા. ૦૧/૦૧/૧૯૬૮ થી ૩૧/૧૨/૨૦૦૬ વચ્ચે જન્મેલા હોવા જોઈએ.
૬૦ વર્ષથી વધુ: તા. ૩૧/૧૨/૧૯૬૭ પહેલાં જન્મેલા હોવા જોઈએ.
ઉલ્લેખિત વયમર્યાદાની શરૂઆત અને અંતિમ તારીખ સહિત વચ્ચેની તમામ તારીખે જન્મેલા સ્પર્ધકો સંબંધિત વયજૂથમાં ભાગ લેવા પાત્ર રહેશે. ૬૦ વર્ષથી વધુ વયજૂથની સ્પર્ધાઓ માત્ર રાજ્યકક્ષાએ યોજાશે અને તેમાં માત્ર વ્યક્તિગત કૃતિઓમાં જ ભાગ લઈ શકાશે.
ઓફલાઈન નોંધણીની અંતિમ તારીખ હવે તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬થી તાલુકા/ઝોનકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું તબક્કાવાર આયોજન કરવામાં આવશે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા જિલ્લાના તમામ રસ ધરાવતા કલાકારો, વિદ્યાર્થીઓ તથા કલાપ્રેમીઓને સમયમર્યાદામાં નોંધણી કરાવી કલા મહાકુંભ ૨૦૨૬-૨૭માં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






