AHAVADANG

નવસારી જિલ્લાના સ્પર્ધકોની સફળતા, રાજ્યકક્ષાના મહાકુંભમાં નવસારીનું ગૌરવ વધાર્યું…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રતિભા પ્રદર્શિત કરી ૧૪ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરત દ્વારા સંચાલિત “રાજ્યકક્ષા કલા મહાકુંભ : ૨૦૨૫-૨૬” સ્પર્ધાનું આયોજન તા.૩૦/૧૨/૨૦૨૫ થી તા.૦૨/૦૧/૨૦૨૬ દરમિયાન દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી, સુરત ખાતે કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં કુલ ૩૭ વિવિધ કલા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રતિભા પ્રદર્શિત કરી ૧૪ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.નવસારી જિલ્લાના સ્પર્ધકોએ એકપાત્રીય અભિનય, ગઝલ શાયરી લેખન, વાંસળી, વાયોલિન, હાર્મોનિયમ, ઓરગન, લોકગીત/ભજન, સુગમ સંગીત, રાસ, ગરબા તથા તબલા જેવી વિવિધ કલા વિદ્યાઓમાં અલગ-अलग વયજૂથોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા મળી કુલ ૪૧ એકમમાંથી ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ રાજ્યકક્ષા સ્પર્ધામાં નવસારી જિલ્લાએ કુલ ૦૫ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ, ૦૭ સ્પર્ધાઓમાં દ્વિતીય ક્રમ અને ૦૨ સ્પર્ધાઓમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. નવસારી જિલ્લાના સ્પર્ધકો દ્વારા પ્રાપ્ત થયેલી આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર, નવસારી દ્વારા તમામ વિજેતા સ્પર્ધકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!