AHAVADANG

આહવા આઈ.ટી.આઈ ખાતે ઓગસ્ટ -૨૦૨૫ પ્રવેશ સત્ર માટે તા.૩૦ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*https://itiadmission.gujarat.gov.in દ્વારા ઓનલાઈન ફૉર્મ સંસ્થા ખાતેથી વિના મુલ્યે ભરી શકાશે*

આહવા:તા.૮,ઔદ્યોગિક તાલીમ સંસ્થા – આહવા ખાતે ઓગસ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં પ્રથમ રાઉન્ડ માં સુઇંગ ટેકનોલોજી – ૮૦, કોપા – ૧૬૮, ઈલેક્ટ્રિશિયન-૪૦, ફીટર-૨૦, મોટર મીકેનીક વ્હીકલ- ૪૮, વેલ્ડર- ૬૦, વાયરમેન- ૬૦, હેલ્થ સેનેટરી ઇન્સપેક્ટર- ૭૨, કોસ્મેટોલોજી (બ્યુટિશિયન)- ૪૮, ફેશન ડીઝાઇન એન્ડ ટેક્નોલોજી- ૪૦, સરફેસ ઓનાર્સમેન્ટ ટેકનીશીયન (ભરતકામ)- ૨૦, પ્લમ્બર-૨૪, અને આર્મેચર મોટર રીવાઇડીંગ- ૪૦ મળી કુલ ૭૪૦ જેટલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવનાર છે.

પ્રથમ તબક્કા માટે ઓનલાઇન ફોર્મ તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી શકાશે. સંસ્થા ખાતે વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે. પ્રવેશ વાન્છુક ઉમેદવારો સંસ્થા ખાતે થી અથવા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રવેશફોર્મ https://itiadmission.gujarat.gov.in ભરી શકશે. વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા – આહવા, સરકારી કોલેજ પાસે, તા. આહવા, જિ.ડાંગ – ૩૯૪૭૧૦ ની રૂબરૂ મુલાકાત લેવી.

Back to top button
error: Content is protected !!