AHAVADANG

Dang: મહારાષ્ટ્ર રાજ્યમાં વિવિધ માંગણીઓનાં સંદર્ભે એસટી સેવા ઠપ્પ થઈ જતા મુસાફરો રઝળી પડ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વચ્ચે વિવિધ વિભાગો દ્વારા હડતાળ અને મોર્ચાઓની સીઝન ચાલી રહી છે.ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા વિવિધ માંગણીઓનાં મુદ્દે મહારાષ્ટ્ર એસટી સેવા બંધ કરી દેતા ગુજરાતની આંતર રાજ્ય એસટી સેવા ઠપ્પ થઈ જતા મુસાફરો રઝળી પડ્યા હતા.તાજેતરમાં જ સાપુતારા ગુજરાતને અડી આવેલ સુરગાણા તાલુકામાં આદિવાસી પેસા કાયદા અંતર્ગત આદિવાસી સંગઠન દ્વારા ચક્કજામ કર્યા બાદ હવે મહારાષ્ટ્ર એસટી વિભાગ દ્વારા વિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં એસટી સેવા અચોક્કસ મુદત માટે બંધ કરી દેતા ગુજરાતનાં જામનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ ,ખેડબ્રહ્મા ,ચાણસ્મા,પાટણ,ગાંધીનગર,મહેસાણા,ગોંડલ,રાજપીપલા,

વડોદરા ,સુરત ,થી નાસિક શિરડી ને જોડતી આંતરરાજ્ય બસ સેવા ફરી એકવાર સાપુતારા સુધી જ સીમિત બની જતા અસંખ્ય મુસાફરો રઝળી પડ્યા હતા.જોકે એસટી સેવા બંધ હોય ખાનગી વાહનો ચાલુ હોય મુસાફરો વૈકલ્પિક વ્યવસ્થાથી રાહત અનુભવી હતી.મહારાષ્ટ્ર એસટી મહામંડળની આકસ્મિક હડતાળને પગલે ગુજરાત એસટી નિગમે સરકારી બસ ને નુકસાન ન થાય અને મુસાફરો ની સુરક્ષાને ધ્યાને રાખી મહારાષ્ટ્ર એસટી કર્મચારીઓની હડતાલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુજરાતની એસટી ને સાપુતારા ડેપો સુધીજ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યુ છે,જેથી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા મુસાફરોએ સગવડતા કરી જવા અનુરોધ કરાયો છે..

Back to top button
error: Content is protected !!