DAHODGUJARAT

દાહોદ તાલુકાના નજીક એક ગામમાંથી થર્ડ પાર્ટીને અજાણી મહિલા મળી આવતા તેઓએ મહિલાની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

તા.૦૪.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના નજીક એક ગામમાંથી થર્ડ પાર્ટીને અજાણી મહિલા મળી આવતા તેઓએ મહિલાની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી

ત્યારબાદ થર્ડ પાર્ટીએ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળેલ કે અજાણી મહિલા છેલ્લા બે કલાકથી એક જ જગ્યાએ બેઠા હતા. ત્યારબાદ પીડીતા જણાવે છે કે તેઓ તેઓના પતિ જોડે બહારગામ કામ કરવા ગયા હતા અને તેઓ આજરોજ દાહોદ ખાતે આવ્યા હતા તેઓના ગામમાં જવા માટે બીજી રીક્ષા માં બેસી ગયા હતા જેથી રિક્ષાવાળા ભાઈએ તેઓને બીજા ગામમાં ઉતારી દીધા હતા જેથી તેઓ બે કલાકથી અહીંયા બેઠા હતા તેઓના પતિ બહારગામ કામ કરવા જતા રહ્યા હતા, જેથી તેઓ તેમના પતિ જોડે જવા માંગતા હતા, પરંતુ અત્યારે રાત્રિના સમયે કઈ રીતના જવું તેમ જણાવતા હતા, જેથી પીડિતા જણાવે છે કે તેઓ આવતીકાલે તેઓના પતિ જોડે જતા કારણકે તેઓએ આવતીકાલનું ટ્રેન માં બુકિંગ કરાવ્યું હતું, રહેશે પરંતુ આજે રાત્રિ સમયે રહેવા માટે આશ્રય મળી રહે તે માટે તેઓને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે હેન્ડ ઓવર કરેલ છે

Back to top button
error: Content is protected !!