DANGSUBIR

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાની વધુ ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ ફડચામાં જવાથી નોંધણી રદ કરવામા આવી છે.

ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, સુબિર તાલુકાની (૧) શ્રી મહિલા સંચાલિત મહાલ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (2) ઝરી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., (3) સાતબાબલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી., તથા (4) ભોંડવિહિર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ની નોંધણી રદ થવા પામી છે.

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાની આ ૪ દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ, તથા ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી, આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!