AHAVADANG

સાપુતારા આરોગ્ય કેન્દ્રને QCI દિલ્હીની ટીમે ગુણવત્તાસભરનું મૂલ્યાંકન કરી NQASનું નેશનલ સર્ટી એનાયત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

Screenshot

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને QCI (Quality Council of India) દિલ્હી ની ટીમ દ્વારા એસેસમેન્ટ કરી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત (National quality assurance standards, NQAS) માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવનાર દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. અહિં ઉપલબ્ધ તમામ વિગતોનું નિરીક્ષણ કરીને દિલ્હી ની ટીમ દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. આ પ્રમાણપત્ર ભારત સરકાર, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી તરફ થી એનાયત કરવામાં આવેલ છે. જેમાં તેઓએ ૯૬.૨૨ ટકા મેળવેલ છે. જે ડાંગ જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત કરેલ ઉપલબ્ધિ છે, તેમજ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે.

આ કામગીરીને સફળ બનાવવામા ડૉ હેમાંશુ ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ. દીલીપકુમાર શર્મા, ડિસ્ટ્રીક્ટ ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફીસરશ્રી, ડૉ. અનુરાધા ગામીત, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, આહવા-ડાંગ, ડૉ. પિયુશ ભોયા, (ઇ/ચા) તબીબી અધિકારીશ્રી, ડૉ. પ્રાચી ભોયા, આયુષ તબીબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાના સ્ટાફનો ફાળો રહેલ છે.

Back to top button
error: Content is protected !!