AHAVADANG

ડાંગ જિલ્લાના વાસુર્ણા અને ગોર્યામાં ગ્રાન્ટ ઇન એઇડ કન્યા છાત્રાલયો શરૂ કરવા રાજ્ય સરકારની મંજૂરી મળી..

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

રાજ્યના આદિજાતિ વિસ્તાર એવા ડાંગ જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં સ્વૈછિક સંસ્થાઓ સંચાલિત ૧૫ નવા ગ્રાન્ટ ઇન એઇડ કન્યા છાત્રાલયો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ઘામ, વાસુર્ણાં અને નવજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ગીતાંજલી વિદ્યામંદિર, જયભવાની કન્યા છાત્રાલય, ગોર્યાને મંજૂરી મળવા પામી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર આદિજાતી વિકાસ વિભાગ દ્વારા આદિજાતી અને બિન-આદિજાતી વિસ્તારમાં સેવૈચ્છિક સંસ્થાઓ દ્વારા સંચાલિત ૧૫ જેટલા નવા ગ્રાન્ટ ઇન એઇડ કન્યા છાત્રાલયો શરૂ કરવાની સને ૨૦૨૪-૨૫ ના વર્ષમાં વહિવટી મંજૂરી મળી હતી. જે પૈકી ડાંગમાં પણ બે છાત્રાલયો મંજૂર થવા પામ્યા છે. જેનો લાભ નવા શૈક્ષણિક વર્ષથી જ જિલ્લાની વિદ્યાર્થીનીઓને મળી રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણય અંગે છાત્રાલય સંચાલકો દ્વારા જિલ્લાના જન પ્રતિનિધિઓ એવા ધારાસભ્ય  વિજયભાઈ પટેલ, અને સાંસદ ધવલભાઈ પટેલ વિગેરેના હકારાત્મક પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરાયો છે.

Back to top button
error: Content is protected !!