AHAVADANG

નવસારી: વાંસદાના લીમઝર પ્રાથમિક શાળામાં ૧૧૬ મો શાળા સ્થાપના દિનની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સન્માન કરાયું.નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંસદા તાલુકામાં આવેલ લીમઝર પ્રાથમિક શાળામાં ૧૧૬ મો શાળા સ્થાપના દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિ.જજ સાહેબ,ટ્રીબ્યુનલ ઓફ ઇન્કમટેક્સના શ્રી દીપકભાઈ ગરાસિયા અને અધિક્ષક ઇજનેર સિંચાઇ વિભાગ,ઉકાઈના શ્રી સંદિપભાઈ મહાકાળની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ અવસરે સિવિલ હોસ્પિટલ વલસાડના ડો. કિરણભાઇ પટેલ, ફિશરીશ વિભાગ ,સુરતના ડેપ્યુટી ડાયરેકટર બિંદુબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ ચંપાબેન કુંવર, શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે શાળાના સૌથી વયોવૃદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નગીનભાઈ પટેલ અને છગનભાઈ ખોટરીયા દ્વારા શાળાનો ૧૧૬ મો સ્થાપના દિન નિમિતે કેક કાપી ભવ્ય આતિશબાજી સાથે ઉજવણી કારવામાં આવી.શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી છોટુભાઈ પટેલ દ્વારા શાળાના સ્થાપનાના ઇતિહાસ વિશે સૌને માહિતગાર કર્યા.
નિ.જજ સાહેબ,ટ્રીબ્યુનલ ઓફ ઇન્કમટેક્સના શ્રી દીપકભાઈ ગરાસિયાએ શાળાની ભૌતિક સુવિધા અન શૈક્ષણિક પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. વલસાડના કાર્યપાલક ઇજનેર શ્રી એન.એન.પટેલ દ્વ્રારા બાળકોને શિક્ષણનું મહત્વ અને એમના બાળપણના દિવસોની યાદ કરી તમામ બાળકોને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ગામના સરપંચશ્રી શ્રીમતી નુતનબેન પટેલ દ્વ્રારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.શાળાના આચાર્યશ્રી પરિમિત પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
આ પ્રસંગે ગામના તમામ માજી સરપંચશ્રીઓ, નિવૃત કર્મચારી,કાર્યરત કર્મચારી અને ગામના નવયુવાન ૧૧ ડોકટરશ્રીઓ ને શાલ તથા શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. વાર્તાલેખનમાં રાજય લેવલમાં ભાગ લેનાર ધ્રુતિ પાડવી અને વાર્તાકથનમાં તાલુકામાં તૃતીય સ્થાન લેનાર ભારવી પટેલનું મહેમાનશ્રી દ્વ્રારા સન્માનિત કર્યા હતા॰ શાળાના બાળકો દ્વ્રારા રજૂ કરાયેલ સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં ૨૯ જેટલી કૃતિઓ રજૂ થઇ હતી. શાળાના શિક્ષકો દ્વારા સારી કામગીરી બદલ ઉપસ્થિત મહાનુભાવો દ્વ્રારા તમામ શિક્ષકોનું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ પટેલે કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!