INTERNATIONAL

17 વર્ષની છોકરી પર 44 દિવસમાં 400થી વધુ વખત દુષ્કર્મ !!!

જાપાનના સૈતામા શહેરની જ્યા 17 વર્ષની  છોકરી, જેના પર 44 દિવસમાં 400થી વધુ વખત દુષ્કર્મ થયો અને તેનું જીવન નરકમાં ફેરવાઈ ગયું.

છોકરી એક સામાન્ય પરંતુ પ્રતિભાશાળી અને સુંદર હતી. તે સ્કૂલમાં ભણવામાં હોશિયાર હતી અને તેનું સપનું હતું કે શિક્ષણ પૂરું કરીને પોતાની કમાણીથી ટ્રિપ પર જવું. આ માટે તેણે પાર્ટ-ટાઈમ જોબ શરી કરી હતી. પરંતુ એક રાતે, જ્યારે તે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી, તેનું જીવન કાયમ માટે બદલાઈ ગયું. રસ્તામાં 16-17 વર્ષના બે છોકરાઓ મળ્યા, જેમણે તેને ખોટી ખાતરી આપી કે તેઓ તેની સુરક્ષા માટે છે. તેમણે છોકરીને એક ખાલી ઘરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો અને નિર્દયતાની શરૂઆત કરી.

આ ઘટના પછી, આરોપીઓએ છોકરીને તે જ ઘરમાં કેદ કરી દીધી. તેમણે તેના પરિવારને ફોન કરાવીને જૂઠું કહેવડાવ્યું કે તે સુરક્ષિત અને ખુશ છે. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. તેમણે પોતાના મિત્રોને બોલાવીને છોકરી પર વારંવાર દુષ્કર્મ કરવાનું શરૂ કર્યું. એક આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો અને પરિવારને કહ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ છે. જોકે, તેના પરિવારને થોડા દિવસોમાં શંકા ગઈ અને તેમને સમજાયું કે કંઈક ખોટું ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

44 દિવસના આ સમયગાળામાં, 100થી વધુ છોકરાઓએ છોકરી પર 400થી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો. શરૂઆતમાં તેને થોડું ખાવાનું આપવામાં આવ્યું, પરંતુ પછી ક્રૂરતા એ હદે વધી કે તેને વંદા ખાવા માટે અપાયા અને પોતાનું પેશાબ પીવા માટે દબાણ કરાયું. તેને દારૂ અને સિગારેટ પીવડાવવામાં આવી. ઘણી વખત તેને કપડાં વિના છત પર સુવડાવી દેવાતી. તેના શરીરના સંવેદનશીલ ભાગોમાં તીક્ષ્ણ વસ્તુઓ નાખવામાં આવી, જેના કારણે તેને ગંભીર ચેપ લાગ્યો. આ અત્યાચારથી તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેના શરીરમાં કીડા પડવા લાગ્યા, પરુ નીકળવા લાગ્યું અને દુર્ગંધ ફેલાવા લાગી.

છોકરીની સ્થિતિ એટલી દયનીય થઈ ગઈ કે તે આરોપીઓ પાસે મૃત્યુની ભીખ માંગવા લાગી. તેના શરીરની દુર્ગંધથી આરોપીઓએ તેને હવે હાથ પણ નહોતા લગાવતા, પરંતુ તેને છોડવાનું પણ નહોતા માંગતા. એક દિવસ, જુગારમાં હાર્યા પછી એક આરોપીએ તેનો ગુસ્સો છોકરી પર ઉતાર્યો. તેણે તેને એટલો માર માર્યો કે તેનું મૃત્યુ થઈ ગયું. આ પછી, આરોપીઓએ તેના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં બંધ કરીને દાટી દીધો.

આ ઘોર અપરાધ પછી પણ આરોપીઓની હિંસક વૃત્તિ શાંત ન થઈ. તેમણે અન્ય છોકરીઓને પણ શિકાર બનાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ એક દિવસ પોલીસે તેમને પકડી લીધા. પૂછપરછ દરમિયાન, એક આરોપી ગુંચવાઈ ગયો અને ભૂલથી છોકરીની વાર્તા કહી નાખી. પોલીસે તેના મૃતદેહને ખોદીને બહાર કાઢ્યો અને તેના પરિવારને જાણ કરી. આ સમાચારથી તેની માતાની માનસિક હાલત બગડી ગઈ, અને પિતાની સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ.

આ ઘટનાનું સૌથી ચોંકાવનારું પાસું એ હતું કે આટલી નિર્દયતા આચરનાર આરોપીઓને સગીર ગણીને માત્ર થોડા વર્ષની સજા આપવામાં આવી. સજા પૂરી થતાં તેઓને મુક્ત કરવામાં આવ્યા અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી. જોકે, એક મેગેઝિને તેમના નામ અને ચહેરાઓ જાહેર કર્યા, જેનાથી સમાજમાં ફરી ચર્ચા શરૂ થઈ. આ કેસ આજે પણ માનવતા પર કલંક રૂપે યાદ કરાય છે.

Back to top button
error: Content is protected !!