GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ડેટા તાકાત છે-MOSPIની જહેમત

jmrમાં ind.સર્વે કોન્ફરન્સ યોજાઇ

જામનગર (ભરત ભોગાયતા)

આકડાકીય માહિતી રાષ્ટ્રના અર્થતંત્ર માટે તો જરૂરી છે જ ઉપરાંત અનેક યોજનાઓ,કર માળખા,પ્રગતિ માટે સુચકાંક બની રહે છે ત્યારે ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક સર્વેક્ષણની પરિષદ, ભારત સરકાર, જામનગર, ગુજરાતની કચેરી(ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય-mospi)દ્વારા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જામનગર શહેર (જે ઔદ્યોગીક હબ ગણાય છે ખાસ કરીને બ્રાસ ને લગત લઘુ,મધ્યમ વગેરે પ્રકારના ઉદ્યોગો નોંધપાત્ર સંખ્યામાં છે)માં,
ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક સર્વેક્ષણની પરિષદ, ભારત સરકાર ના સ્ટેટેસ્ટીકલ સર્વેના વિભાગ દ્વારા ગત ૨૧ નવેમ્બર ૨૦૨૪ના નાયબ મહાનિદેશક ડૉ. નિયતિ જોશીની અધ્યક્ષતામાં વાર્ષિક સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) પર એક પરિષદ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ઇવેન્ટમાં વિવિધ ઉદ્યોગ અધિકારીઓ, હિતધારકો અને જામનગર SRO હેઠળના મુખ્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓની સહભાગિતા જોવા મળી હતી. તેમના ઉદઘાટન પ્રવચનમાં, ડૉ. નિયતિ જોશીએ ભારતના ઔદ્યોગિક આંકડાકીય માળખાના કરોડરજ્જુ તરીકે વર્ણવતા, વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણના નિર્ણાયક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે ASI દેશના ઔદ્યોગિક પ્રદર્શનમાં નિર્ણાયક આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે, નીતિ નિર્માતાઓ, સંશોધકો અને ઉદ્યોગના નેતાઓને જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરે છે. ટેકનિકલ ટીમ અને અન્ય મહાનુભાવોએ પ્રકાશ પાડ્યો હતો કે સર્વેક્ષણની સફળતાની ખાતરી કરવા માટે ચોક્કસ અને સમયસર ડેટા સંગ્રહ જરૂરી છે અને તમામ હિતધારકોને આ પ્રયાસમાં તેમનો સહકાર આપવા વિનંતી કરી હતી. ASI ની કાર્યપદ્ધતિ અને કાર્યક્ષેત્રના વિસ્તાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે સર્વેક્ષણ ફેક્ટરી એક્ટ, 1948 હેઠળ નોંધાયેલા ઔદ્યોગિક એકમોના ઉત્પાદન, રોજગાર, સ્થિર અસ્કયામતો અને નાણાકીય કામગીરી જેવા પાસાઓ પર વ્યાપક ડેટા મેળવે છે. આ માહિતી ઔદ્યોગિક વિકાસનું મૂલ્યાંકન કરવામાં, આર્થિક નીતિઓનું આયોજન કરવામાં અને મુખ્ય ભૂમિકા ભજવે છે અને સુધારણા અને રોકાણ માટેના ક્ષેત્રોની ઓળખ બને છે આ તકે નાયબ મહાનિદેશક ડૉ.નિયતિ જોષી મેડમ, શ્રી લાખાભાઈ કેશવાલા, પ્રમુખ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન શંકર ટેકરી જામનગર, શ્રીમતી શોભના રાઠોડ મેડમ, મેનેજર DIC જામનગર, સુશ્રી બિનલ સુથાર મેડમ DSO જામનગર એ ASI પ્રક્રિયા દરમિયાન સચોટ અને સંપૂર્ણ ડેટા આપવા જામનગરના ઔદ્યોગિક હોદ્દેદારોને અપીલ કરી હતી. તમામ હિસ્સેદારોને ખાતરી આપવામાં આવી હતી કે તમામ એકત્રિત ડેટાને કડક ગુપ્તતા સાથે ગણવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય હેતુઓ માટે કરવામાં આવશે. આ ઇવેન્ટ સમગ્ર જામનગર અને સમગ્ર ગુજરાતમાં સરકાર અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ચિહ્નિત કરે છે. ઈન્ડસ્ટ્રીઝનો વાર્ષિક સર્વે ભારતના ઔદ્યોગિક વિકાસ અને વિકાસને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે.તેમ આ કોન્ફરન્સની વિગત આપતા જામનગર કચેરીના ઓફીસર મૃત્યુંજય કુમારએ જણાવ્યુ છે.

 

______________
ઉલ્લેખનીય છે કે
ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MOSPI) હેઠળની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO) 1950 થી ભારતમાં વિવિધ સર્વેક્ષણો કરી રહી છે. વાર્ષિક સર્વેક્ષણ ઑફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) એ ભારતમાં ઔદ્યોગિક આંકડાઓનો મુખ્ય સ્ત્રોત છે. કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક્સ (COS) એક્ટ, 2008ની વૈધાનિક જોગવાઈઓ અને 2011માં તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે. જામનગરમાં ગત ગુરૂવારે (૨૧/૧૧/૨૪) સવારે ફેક્ટરી ઓનર્સ એસો.ના હોલમાં યોજાયેલી કોન્ફરન્સનો ઉદ્દેશ ઔદ્યોગિક એકમો/ઉદ્યોગ સાહસિકોમાં ASI 2023-2024 શેડ્યૂલના સ્વ-સંકલનની પ્રક્રિયાને સમજવામાં જાગૃતિ લાવવાનો હતો નાણાકીય વર્ષ 2023-2024 માટે રિટર્ન ભરવા માટે પસંદ કરાયેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના જેમાં ફેક્ટરીઓના પ્રતિનિધિઓ ASI રિટર્ન 23-24 સમયસર ભરવા માટે હાજર રહ્યા હતા આ સર્વે દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ આંકડાકીય હેતુઓ માટે થાય છે; ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(જી.ડી.પી.)માં ઔદ્યોગિક ક્ષેત્રના યોગદાનનો અંદાજ કાઢવો અને ઔદ્યોગિક વિકાસ માટેની નીતિઓ ઘડવામાં સરકારને મદદ કરવા આ વિગતો મહત્વની બની રહે છે તેમ વિભાગની જામનગર સ્થિત કચેરીએ પ્રેસ બ્રીફમાં મૃત્યુંજય કુમારએ જણાવ્યુ હતુ

_________________

ડેટા રાષ્ટ્રની સ્ટ્રેન્થ છે,યોજનાઓ પાછળનું પ્રેરકબળ છે,GDP ની પારાશીશી છે,સરકારના સંકલ્પ સાકાર કરવા નાગરીકોને મદદરૂપ થવાનો નિર્દેશ છે……………….

સામાન્ય રીતે કોઇપણ બાબતે કઇક આયોજન કરવા આકડાકીય માહિતીઓ પાયાની જરૂરીયાત છે અને તેનું અપડેશન અને કરેક્શન એ પણ ડેટા કલેક્શનનો જ મહત્વનો ભાગ છે ભારત સરકારના આ લગત વિભાગ અને મંત્રાલય દ્વારા વિશેષરૂપે આવી વિગતો એકત્ર કરવામાં જહેમત ઉઠાવાય છે જેની એક કચેરી જામનગરમાં કાર્યરત છે

માત્ર તાજેતરમાં જ જોઇએ તો સ્ટેટેસ્ટીકલ સર્વેના આધારે “આયુષમાન ભારત” આરોગ્ય સેવાની યોજનાનો આરંભ થયો જે કરોડો દેશવાસીઓ માટે આશીર્વાદરૂપ છે માત્ર જામનગર જિલ્લામાં જ સરકારી અને સામેલ ખાનગી તેમજ ટ્રસ્ટની હોસ્પીટલમાં છેલ્લા દોઢ વરસમાં આયુષમાન યોજના હેઠળ સાઇઠ કરોડ રૂપીયા જેટલી સહાય સરકારે આપી છે તેવીજ રીતે કિસાન સન્માન નિધી યોજનાના અંગેના પાયામાં ,ખેડૂતોની સ્થિતિ,વાવેતર,પાક ઉત્પાદન,આવક,લોન ….વગેરે સર્વેક્ષણના આંકડાઓ છે જે આ વિભાગની અવિરત જહેમતમાંના માત્ર જૂજ ઉદાહરણ છે

ભારતમાં જન્મદર,મૃત્યુદર ઉપરથી તો વસતીનો અંદાજ આવે છે આરોગ્ય વિભાગ હેઠળની “આશા” વર્કર બહેનો ગામે ગામ સેવારત છે જે નવજાત શીશુઓ અંગે વિગત એકઠી કરે છે તો વળી તલાટીઓ સ્તર સુધી જીવનધોરણ સહિતના ડેટા એકત્રીત થાય છે ઉપરાંત ક્યા રોગોનું પ્રમાણ કેટલુ છે,ચેલેન્જીંગ ડીસીઝ ક્યા છે, તેમાં સાજા થવાનો રેશીયો ,તેમાં મૃત્યુ દર ,તે અંગે સારવાર સુવિધાઓ,સારવાર ખર્ચ,લોકોની આર્થીક સ્થિતિ વગેરે ડેટાઓ ઉપર અનેકવિધ યોજનાઓના ઉદભવ અને અમલ નિર્ભર રહે છે

ભારતમાં મોટે ભાગે નબળા, મધ્યમ, ઉચ્ચ મધ્યમ વગેરે પરીવારોની સંખ્યા વધુ છે,એક સમયે અન્ન ના મળવાથી મૃત્યુદર વધ્યો હતો તેમાંય કોરોનાકાળ વધુ વેરી બનતા પરીસ્થિતિ ખૂબ જ તંગ બની હતી ત્યારે લોકોના રોજગાર ધંધાઓને માઠી અસર પહોંચતા માથાદીઠ આવકની સ્થિતિ નબળી બની હતી ત્યારે ફ્રી રાશન યોજના,રાશન યોજનામાં નજીવા મુલ્યે મળતા અન્ન (ઘઉ ચોખા કઠોળ તેલ મીઠુ વગેરે)નો અમલ કરાયો અને વ્યાપ પણ વધારવામાં આવ્યો હતો. જે જનજીવન માટે ખૂબ જ અસરકારક બની રહ્યુ હતુ માટે એ યોજના હાલ પણ ૮૦ કરોડ લોકો માટે જીવન જાળવનાર બની રહી છે. તેવુ જ હોય છે ઘરના ઘરનું લોકોનું સપનુ……તે દિશામાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ કામ કરી બહોળી સંકજ્યામાં લોકોને આવાસ આપ્યા અને હજુય અપાય રહ્યા છે

ભારતના અર્થતંત્રમાં ખેતી,વેપાર,ઉદ્યોગોની ઉત્પાદકતા,માંગ,પુરવઠો સહિતના પાસાઓખૂબ જ અસરકર્તા છે ત્યારે ગૌરવ પુર્ણ બાબત એ છે કે ડેટા એકત્રીકરણ વિભાગની અસરકારક કામગીરીનું પ્રતિબિંબ એ પણ પડ્યુ છે કે આપણા દેશનો ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ(જી.ડી.પી.)આંક સન્માનજનક કક્ષાએ પહોંચ્યો છે માટે અનેક વિધ ક્ષેત્રોની વિવિધતા વાળા આપણા ભારત દેશમાં ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને તેની હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સ્તરની રાજ્ય સ્તરની પ્રાદેશીક કચેરીઓ તેમજ જીલ્લાઓને આવરી લેતી કચેરીઓના સૌ ની સંયુક્ત જહેમત દરેક ક્ષેત્ર માટે દિશા સૂચક બની રહે છે.આ કામગીરીનો વ્યાપ અને અવિરતતા રાષ્ટ્રને પ્રોગ્રામ ઘડવા તેમજ તેના અમલકરવા અંગે દિશા દર્શાવતા હોઇ સરકારના સ્કલ્પોની સાર્થકતાનો પાયો બની રહે છે.

_________________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist (govt.accredate)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!