DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – ધારાસભ્ય ચૈતર વસાવા ની જામીન અરજી પર સુનાવણી 28 ઓગસ્ટ સુધી ટળી.

ડેડીયાપાડા – ધારાસભ્ય ચૈતર વસાવા ની જામીન અરજી પર સુનાવણી 28 ઓગસ્ટ સુધી ટળી.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 13/08/2025 – ગુજરાત સરકારના વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે વધુ સમયની માંગ કરતાં હાઈકોર્ટે 28 ઓગસ્ટ સુધી સુનાવણી મુલતવી રાખી.નર્મદા જિલ્લા ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ સમય જેલમાં રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી 28 ઓગસ્ટે નિર્ધારિત કરવામાં આવી છે. આ અગાઉ 13 ઓગસ્ટે થનારી સુનાવણીમાં રાજ્ય સરકારના વકીલે એફિડેવિટ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો હતો.

 

ડેડીયાપાડા ATVT બેઠક દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલો કરવાના આરોપમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. સંજય વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધારાસભ્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા.નીચલી અદાલતે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ રાજપીપલા સેશન્સ કોર્ટમાં પણ તેમની જામીન અરજી નકારવામાં આવી હતી. હવે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 5 ઓગસ્ટના રોજ નિર્ધારિત સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી અને 13 ઓગસ્ટની સુનાવણી પહેલા રાજ્ય સરકારના વકીલે એફિડેવિટ માટે વધુ સમય માંગતા, કોર્ટે હવે 28 ઓગસ્ટે સુનાવણી નિર્ધારિત કરી છે.

Back to top button
error: Content is protected !!