દેડીયાપાડા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 260 ખેડૂતો ને જીવામૃતની વિશે માહિતી આપવામાં આવી.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 11/05/2025 – ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.) ન.કૃ.યુ. દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ અને અન્ય સંબંધિત શાખાઓના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧ મી જૂનના રોજ તિલકવાડાના વ્યાધર ગામમાં ખેડૂતોલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કે.વી.કે.ના વડા ડો. એચ.યૂ. વ્યાસે કપાસ અને તુવેરની ખેતી, કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ, મધમાખી ટ્રેપ, પ્રાકૃતિક ખેતી તથા ગાજરઘાસ નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડો. મિનાક્ષી તિવારીએ પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવૃદ્ધિના પાસાંઓ વિષે સમજ આપી હતી. ડો. વી.કે. પોશીયાએ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો રજુ કર્યા હતા.
બાગાયત અધિકારી શ્રી જિગ્નેશ વસાવાએ બાગાયત વિભાગની સહાય યોજના અંગે ખેડૂતમિત્રોને માહિતી આપી હતી. આત્માના હસમુખ તડવીએ જીવામૃતની તૈયારીની પ્રક્રિયા જીવંત પ્રદર્શન દ્વારા સમજાવી હતી. આ કાર્યક્રમમાં વ્યાધર, નવાપુરા અને હરીપુરા ગામના કુલ ૨૬૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.