ડેડીયાપાડા – વિશ્વ હાયપરટેન્શન દિવસે એસ ટી ડેપો ખાતે જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા.
તાહિર મેમણ- ડેડીયાપાડા- 22/05/2025 – ૧૭ મે “વિશ્વ હાયપરટેન્શન દિવસ” ના ભાગરૂપે જિલ્લાના તમામ એસ.ટી.ડેપો ખાતે એન.સી.ડી બી.પી, ડાયાબિટીસ સ્ક્રિનિંગ સહિત જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા*૧૭, મી મે “વિશ્વ હાયપરટેન્શન દિવસ” ના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવેલ તમામ એસ.ટી ડેપો ખાતે એન.સી.ડી બી.પી ડાયાબિટીસ સ્ક્રીનિંગ સહિત જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતાં.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં તાલુકા હેલ્થ ઓફિસર નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા, સાગબારાના માર્ગદર્શન હેઠળ એસ.ટી ડેપો રાજપીપળા, એકતાનગર, દેડીયાપાડા, સેલંબા ખાતે એન.સી.ડી બી.પી ડાયાબિટીસ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે તમામ એસ.ટી ડેપો સ્ટાફ તેમજ જાહેર જનતાનું બી.પી અને સુગરની તપાસ કરવામાં આવી હતી તેમજ સ્થાનિક લોકોમાં જનજાગૃતિ ફેલાવા અર્થે વિવિધ પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી.