તા.૧૬.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિપક ફાઉન્ડેશન દ્વારા એક્સ રે વાન દ્વારા શંકાસ્પદ ૧૦૩ એક્ષરે ટીબીના પાડવામાં આવ્યા
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિપક ફાઉન્ડેશન વડોદરાથી એક્ષરે વાન આવી હતી. જેમાં સરસવા પુર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ ગામના હાઈ રિસ્ક પોપ્યુલેશન જેવા કે ટીબી દર્દીના કોન્ટેક્ટ અન્ય કોઈ બિમારી હોય તેવા તેમજ જેમના વજનમાં ઘટાડો થતો હોય તેવા તમામ લાભાર્થીઓને લાવવામાં આવ્યા હતા.જેમાથી ટોટલ 103 એક્ષરે પાડવામાં આવ્યા હતા. તમામની આંખોની તપાસ કરવામા આવી હતી. સી.બી.સી. આર. બી. એસ. અને બી.પી. ની તપાસ કરવામાં આવી હતી. જેમા સરસવાપુર્વ પી. એસ. સી. મેડિકલ ઓફિસર અને ફતેપુરા એસ. ટી. એસ /એસ.ટી.એલ.એસ અને તમામ સી. એસ. ઓ/ એમ. પી. એચ. ડબલ્યુ અને તમામ આશા બહેનો હાજર રહ્યા હતા