GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari:નવસારી ખાતે દિપક કુમાર ચૌહાણ ફીશરીઝ આસિસટન્ટ ૧૫ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી તા.૧૯ એપ્રિલ– નવસારી જિલ્લા એ.સી.બીની ટીમને ફરિયાદ મળતાં મદદનીશ મત્સય ઉદ્યોગ નિયામકની કચેરી, જુની બહુમાળી બિલ્ડીંગ, બીજો માળ નવસારી આરોપીની ઓફિસની બહાર એ સી.બી આર.આર. ચૌધરી મદદનીશ  નિયામક સુરતના સુપર વિઝન અધિકારી માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબી ટીમે છટકુ ગોઠવ્યું હતું આ ગુનાના આરોપી રૂપિયા ૧૫ હજારની લાંચ લેતા રગે હાથ ઝડપાઈ ગયું હતું . પ્રાપ્ત માહિતી મુજબ આ કામના ફરીયાદીના પિતાજી માછીમારનો ધંધો કરતા હોય અને ટોલરબોટ માટે નવુ એન્જીન ખરીદી કરી હતી જેની સરકાર તરફથી ધારા ધોરણ મુજબ સબસીડી મળતી હોય જે મેળવવા માટે ઓનલાઇન અરજી હતી તેની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચીઓ અધિકારી દિપકકુમાર ત્રિભુવનભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨)  રૂ.૫૦૦૦/- તેમજ બોટની માલિકીનુ નામ  પિતાના નામથી ફરીયાદીના નામે ટ્રાન્સફર કરવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી જે ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં, આ લાંચના છટકા દરમ્યાન લાંચીઓ અધિકારી દીપક ચૌહાણ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૧૫ હજાર લેતા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.ડી.રાઠવા સહિતની ટીમના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયું હતું

Back to top button
error: Content is protected !!