GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપ તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવા માંગ

તા.10/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના આગેવાનોએ મનપા કચેરીએ કમિશરને લેખિત રજૂઆત કરી હતી જેમાં શહેરના ચોકમાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા માગ કરી હતી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો. રૂદ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના પ્રમુખ શિવરાજસિહ રાણા સહિતના આગેવાનોએ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકામાંથી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા થઇ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો વિકાસ પૂરઝડપે થવાનો છે સુરેન્દ્રનગરની સુરત બદલવા જઇ રહી છે આ જિલ્લો શૌર્ય અને ત્યાગ બલિદાનનો વારસો ધરાવતો હોય ત્યારે ઉપરોકત સંસ્થાથી અમો સામાજીક કાર્યો કરીએ છીએ અને અમો રાજપૂત કરણી સેના ટીમ તેમજ સમગ્ર ક્ષત્રિય અને અન્ય સમાજની એક લાગણી અને માગણી છે શેઠ એનટીએમ હાઇસ્કૂલ સામેના ચોકને મહારાણા પ્રતાપ ચોક નામ આપવામાં આવેલ છે તો તે ચોકમાં હિન્દુ સમ્રાટ જેઓએ રાષ્ટ્ર માટે ઘણા યુધ્ધો લડ્યા છે અને બલિદાન આપ્યા છે ત્યારે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાં આ ચોકમાં મૂકવામાં આવે તથા દૂધરેજ રેલવે બ્રિજ તરફથી ટાવર તરફ મેડિકલ કોલેજ સામેના પ્રવેશ દ્વાર પાસે અથવા નવો આઇકોનીક રોડ 60 ફૂટ રોડ વિસ્તારમાં કઇપણ એક માર્ગ પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!