સુરેન્દ્રનગર બજારમાં મહિલાનો ચોરાયેલો મોબાઈલ ટ્રાફિક પોલીસે પરત અપાવ્યો હતો

તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની સાત માર્કેટમાં ખરીદી કરવા આવતી મહિલાઓને પર્સ અને મોબાઈલ ફોન અને કીમતી વસ્તુઓની ચોરી થવાની ઘટનાઓ અંગેની ફરિયાદોમાં પણ વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના પોપટ પરા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં મહિલા ખરીદી કરવા માટે આવી હતી તે દરમિયાન અજાણ્યા યુવક દ્વારા મહિલાના પર્સમાં રહેલો મોબાઈલ ચોરી કરી લેવામાં આવ્યો હતો અને આ યુવક નાસી જવા પામ્યો હતો કંચનબેન નામની મહિલાના પર્સ માંથી યુવક મોબાઇલ ચોરી કરીને નાસી ગયો ત્યારે આ અંગે ટ્રાફિક પોલીસને મહિલા દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ભાવુભા ઝાલા સહિતના કર્મચારીઓ આ મુદ્દે કામે લાગ્યા હતા અને સતત યુવક નો કોન્ટેક્ટ કરી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને તાત્કાલિક ટીઆરબી ને જે તરફ આ યુવક મોબાઇલ ચોરી કરીને ગયો હતો તે જ દિશામાં રવાના કરવામાં આવ્યા હતા અંતે ચોરી કરનાર યુવકને ખેરાળી નજીકથી પીછો કરી અને ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું અને તેના કબજામાં રહેલો મોબાઇલ પરત લઈ અને આ મોબાઈલ કંચનબેન નામની મહિલાને પરત કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને ચોરને ઝડપી લઈ અને તેને ચોરી કરેલો મોબાઈલ પરત મેળવી અને મૂળ માલિકને આપવામાં આવ્યો છે.



