BANASKANTHAGUJARATKANKREJ
ઓગડ તાલુકાના ઉણ ગામમાં ઘરમાં રહેલો જોખમી વીજ થાંભલો દૂર કરવા માંગ..
ઓગડ તાલુકાના ઉણ ગામમાં ઘરમાં રહેલો જોખમી વીજ થાંભલો દૂર કરવા માંગ..


ઓગડ તાલુકાના ઉણ ગામમાં પોતાના મકાનમાં રહેતા રબારી જહાંભાઈ રેવાભાઈ ના ઘરમાં ૧૧ KV વીજ લાઈન પસાર થાય છે તે ખૂબ જોખમી છે અને ઘરમાં પરિવાર વસવાટ કરે છે. ચાલુ વીજ પ્રવાહમાં કોઈ આકસ્મિક જીવલેણ ઘટના ઘટે તે પહેલાં તેને દૂર કરવા વીજ કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં કોઈ કામગીરી થતી નથી. તસવીરમાં તો એવું દેખાય છે કે જાણે ઘરમાં થાંભલો ઊગી નીકળ્યો હોય તેવું લાગે છે.આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ થરા ખાતે વીજ કંપનીને થાંભલો દૂર ખસેડવા જહાભાઈ રબારીની રજૂઆતને આધારે થાંભલો દૂર કરવા લેખિત રજૂઆત કરી છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




