BANASKANTHAPALANPUR
એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સમાં સાંસ્કૃતિક દિવસની ઉજવણી કરવામાં આવી

9 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત
એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ .એ .પટેલ કોમર્સ કોલેજ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક વિભાગ દ્વારા કલ્ચરલ ડેનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રેમ્પ વોક, સોલો ડાન્સ, સમૂહ નૃત્ય, શેર અને શાયરી, ફૂડસ્ટોલ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને તાજ પહેરાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કોલેજના આચાર્યશ્રી ડૉ.મનીષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક વિભાગના કન્વીનર શ્રી ડૉ.મુકેશભાઈ અગ્રવાલ અને ડો.કિરણબેન રાવલએ સફળતાપૂર્વક કર્યું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક મિત્રો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારો એવો સહકાર આપ્યો.



