વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર ગુજરાતમા ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે રાજ્યના પંચાયત, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટના નાયબ સચિવ શ્રી નરેન્દ્ર વાઘેલાએ ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમા આવેલ ગ્રામ્ય વિસ્તારમા જઇને શાળાઓમા ભૂલકાંઓનુ નામાંકન કરાવ્યુ હતુ.
નાયબ સચિવએ સુબીર તાલુકાના નિશાણા, કાકશાળા અને કેશબંધ ગામે આંગણવાડીમા કુલ ૧૨, બાલવાટીકામા ૩૬ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી નામાંકન કરાવ્યુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન પરીક્ષામા તેમજ શાળામા શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામા આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી તેમનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે નાયબ સચિવ નરેન્દ્ર વાઘેલાએ જણાવ્યુ હતુ કે, શાળા પ્રવેશોત્સવ એક ઉત્સવ સમાન છે. ત્યારે તમામ સુવિધાઓ, અને સાથે શિક્ષકો મળ્યા છે એ માટે તમે ભાગ્યશાળી રહ્યા છો. ભણતર માટે શાળાનુ અને સામાજિક વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવતુ હોય છે. ત્યારે અભ્યાસનુ મહત્વ સમજીને એજ દીશામા કામ કરવુ જોઈએ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી નિર્મળાબેન ગામિત, તાલુકા સદસ્ય શ્રી દિનેશભાઇ હિલીમ, લાયઝન અધિકારી સુશ્રી લતાબેન ચોધરી, જિગ્નેશભાઇ ગાંરુર્ડે, જયરાજ પરમાર સહિત શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.