GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના દેવપુરા ગામે ખેતરમાં ગાયો ચરાવવા ના પાડનાર પર ચાર ઈસમોએ લાકડી વડે હુમલો કરતા નોંધાઈ ફરિયાદ

 

તારીખ ૦૧/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના ઝરડકા ગામે રહેતા રાયસિંગભાઈ નાનાભાઈ ચૌહાણે કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓના ગામના પરેશકુમાર શાહ ની જમીન દેવપુરા ગામે આવેલી છે તે જમીનમાં તેઓ ભાગે ખેતી કરે છે અને આ જમીનમાં તેઓએ બાજરી તથા સુંઢીયું કરેલું છે. આ જમીનમા ફરિયાદી બાજરી તેમજ સૂંઠિયાના પાકની જાળવણી સાચવણી કરતા હતા ત્યારે તેઓના ગામના કરણભાઈ નવઘણભાઈ ભરવાડ તેમજ લાખાભાઈ નવઘણભાઈ ભરવાડ તથા નાનુભાઈ નવઘણભાઈ ભરવાડ અને લાલભાઈ કાળુભાઈ ભરવાડ એમ ચાર ઈસમો તેમની ગાયો લઈને બાજરી સુતિયાના ખેતરમાં આવેલા અને ગાયો ચરાવવા લાગ્યા હતા જેથી ફરિયાદીએ બાજરી અને સંખ્યા ના ખેતરમાં ગાયો નહીં ચરાવવા જણાવતા બાજરી અને સુંઢીયુંતો કાપી લીધું છે ગાયો ચરાવવાની કેમ ના પાડે છે તેમ કઈ ગાળો બોલી ગડદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી કરણભાઈએ તેઓના હાથમાંની લાકડી ફરિયાદીના માથાના ભાગમાં મારતા ફરિયાદીએ બંને હાથ ઊંચા કરી લાકડી પકડવા જતા હાથમાં લાકડી વાગી હતી. ફરિયાદીએ ચારેવ ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!