DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત), ભાટીયાના સંકલનથી રાણ ગામ ખાતે સ્વ-સહાય જૂથના સભ્ય બહેનો સાથે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

        આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં લીગલ વકીલશ્રી ભરતભાઇ બી.નકુમ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાની જોગવાઇઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ હાલ ઘરેલુ હિંસાના કાયદામાં થતા સુધારા અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. ઉપરાંત સમગ્ર દેશમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવો, ઘરેલુ હિંસાના અનેક ઉદાહરણો આપી અને મહિલાઓ ઉપર થતી ઘરેલુ હિંસાથી પોતાને કઈ રીતે સુરક્ષિત રાખી શકે તેની સમજણ આપી ઘરેલુ હિંસા અંગેનું માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમજ જો કોઇ મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા ? તે અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

        સરપંચશ્રી કિશોરભાઇ રાઠોડ દ્વારા મહિલાઓને લગતી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત) સુશીલાબેન સંજાવા દ્વારા ગ્રામ્ય કક્ષાની બહેનોને યોજનાકીય અને મહિલાઓને લગતી સમસ્યાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન -DHEW ના કર્મચારીઓ, સખી-વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ૧૮૧-અભયમ મહિલા હેલ્પ લાઇન વગેરે પ્રકલ્પોનાં કર્મચારીઓ દ્રારા ઘરેલુ હિંસાનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડીતાને કેવી રીતે મદદરૂપ થાય છે તેનાથી માહિતગાર કરેલ અને પ્રચારાત્મક સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ શિબિરમાં લીગલ વકીલશ્રી ભરતભાઇ બી.નકુમ, સરપંચશ્રી કિશોરભાઇ રાઠોડ, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત) સુશીલાબેન સંજાવા, ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝર- એગ્રીકલ્ચર શ્રી મગનભાઇ મકવાણા, સેન્ટ્રલ ફોર ફાઇનાન્સિયલ લિટ્રેસી શ્રી વરજાંગભાઇ બારડ, ફાર્મર પ્રોડ્યુશર કંપની- CEO શ્રી કરશનભાઇ ગોજીયા, પ્રોજેકટ તૃષ્ટિના ફિલ્ડ ઓફિસરશ્રી તથા બહોળી સંખ્યામાં સ્વ-સહાય જૂથના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button