DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ખાતે “પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા “પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, ૧૯૯૪” દ્વારા ઘડવામાં આવેલ છે. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ,૧૯૯૪ નું જિલ્લા દેવભૂમિ દ્વારકામાં ક્ષતિરહિત અમલીકરણ થાય તે હેતુથીસામાજીક કાર્યકર ડો.કાશ્મિરાબેન રાયઠઠાના અધ્યક્ષ સ્થાને જિલ્લા એડવાઈઝરી કમિટીની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં હોસ્પિટલોના રીન્યુઅલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનના રજિસ્ટ્રેશન અને તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલ અરજીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની સ્થળ તપાસણી અંગે રજુ કરેલ અહેવાલો વંચાણે લઈ સોનોગ્રાફી સેન્ટર ખાતે એકટના અમલીકરણ તેમજ જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યો તેમજ જનરલ હોસ્પિટલ-ખંભાલીયાના તબીબી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત નોંધાયેલ સરકારી / બિનસરકારી ડોકટરશ્રીઓને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ / નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સી.બી.ચોબીસા દ્વારા સૂચન કરવામાં આવેલુ છે.

Back to top button
error: Content is protected !!