BHANVADDEVBHOOMI DWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત કિશોરી મેળો યોજાયો

હાલમાં પોષણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકાનાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોરનાં માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. શાખા, આરોગ્ય શાખા, આયુષ વિભાગ અને પ્રોજેક્ટ તૃષ્ટિનાં સંયુક્ત ઉપક્રમે ભાણવડ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કિશોરી મેળામાં ૬૦ કિશોરીઓ અને ૨૦ આંગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા જેમાં કિશોરીઓને પૂર્ણા યોજના, પોષણ યુક્ત આહાર અને પોષણ પખવાડિયાની ઉજવણી વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓના હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવી હતી. તથા હાયજીન કીટનું વિતરણ કરી અંગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ તૃષ્ટિ દ્વારા પોષણ વિષેની સમજ અને કિશોરીને પૌષ્ટિક નાસ્તો આપવામાં

આવ્યો હતો. આયુષ વિભાગ દ્વારા કિશોરીઓને આયુર્વેદિક દવા વિષે સમજ આપવામાં આવી હતી અને ઓછા હિમોગ્લોબીન ધરાવતી કિશોરીઓને આયુર્વેદિક દવા આપવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળ લગ્ન અને તેની સામાજીક અસરો વિશેની સમજ આપવામાં આવી હતી.મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિશોરીઓને “ગુડ ટચ બેડ ટચ” તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની અન્ય યોજનાઓ જેવીકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, વ્હાલી દીકરી યોજના વગેરે વિષે માહિતી આપવામાં આવી હતી.

આ કિશોરી મેળામાં આઈ.સી.ડી.એસ. ઘટક ભાણવડનાં બાળ વિકાસ યોજના અધિકારી પ્રફુલાબેન દવે, જિલ્લાનાં પૂર્ણા કન્સલટન્ટ મિત્તલબેન, DPSE દિપાલીબેન, આયુષ મેડીકલ ઓફિસર ડો.રત્નાંગ દવે અને ડો.વિશાલ કારાવદરા, પ્રોજેક્ટ તૃષ્ટિમાંથી ડૉ.શિલ્પા ભાખરે, ડો.પૂજા યાદવ,જયસુખ કછટિયા તથા મહિલા અને વાળા અધિકારીની કચેરીમાંથી ડીસ્ટ્રીકટ કોર્ડીનેટર દિવ્યાબેન બારડ, જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી ગીતાબેન બાવરવા, આઇ.સી.ડી.એસ. તથા આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!