DEVBHOOMI DWARKAKHAMBHALIYA
દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજ રોજ (૩૦ જાન્યુઆરી) શહીદ દિન નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેક્ટરશ્રીની કચેરી ખાતે સવારે ૧૧.૦૦ વાગે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.