DANG

ડાંગ: ઉત્તર વન વિભાગની ટીમે ગેરકાયદેસર સાગી ચોરસા ભરેલી એક્સયુવીને ગાડીને ઝડપી પાડી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ ઉત્તર વન વિભાગની ટીમે ગેરકાયદેસર સાગી ચોરસા ભરી ભાગી રહેલ એક્સયુવી ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી સી.એફ.દિનેશ એન.રબારીનાં માર્ગદર્શન હેઠળ ગતરોજ ભેંસકાતરી રેંજનાં આર. એફ.ઓ.એસ.કે.કોંકણીની વનકર્મીઓની ટીમે લાગુ ડાંગ અને તાપી જિલ્લાનાં સરહદીય જંગલવિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન ડાંગ જિલ્લાનાં ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ એસ.કે.કોંકણીને બાતમી મળી હતી કે શિરીષપાડાથી એક્સયુવી ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા ભરી લઈ જવાઈ રહ્યા છે.જે બાતમીનાં આધારે ભેંસકાતરી રેંજની ટીમે વોચ ગોઠવતા એક્સ.યુ.વી. ગાડી.ન.જી.જે.01.કે.ક્યુ.6373 શંકાસ્પદ લાગતા તેને રોકવાનો પ્રયાસ કરતા આ ગાડીનાં ચાલકે ગાડીને શિરીષપાડાથી સૈરેયા રોડ પરથી વ્યારા તરફ હંકારી મૂકી હતી.બાદમાં ભેંસકાતરી રેંજની ટીમે વ્યારા વન વિભાગની ટીમને જાણ કરી ઠેરઠેર નાકાબંધી કરી આ એક્સયુવી ગાડીનો પીછો કરતા આ ગાડીને 50 કિલોમીટર દૂર ધનમોલીથી ઝડપી પાડી હતી.અહી ડ્રાઈવર અંધારાનો લાભ લઈ નાસી છુટયો હતો.અહી ડાંગ જિલ્લાની ઉત્તર વન વિભાગની ટીમ તથા વ્યારા વન વિભાગની ટીમે એક્સયુવી ગાડીમાં સઘન તપાસ હાથ ધરતા તેમાંથી ગેરકાયદેસર સાગી ચોરસા નંગ-12 જેની અંદાજીત કિંમત 65,000 હજાર તથા એક્સયુવી ગાડીની કિંમત 4,50,000 મળી કુલ 5,15,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!