દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
આઈ.સી.ડી.એસ.,મહિલા અને બાળ વિકાસ વિભાગ – દેવભૂમિ દ્વારકા દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા તથા જનસમુદાયને માહિતગાર કરવાના ભાગરૂપે તથા આંગણવાડીમાં બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલ બાળકો આંગણવાડીમાં નિયમિત આવતા થાય તે માટે વાલીની ભાગીદારી વધારવા બાળકો આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકો અને વાલીઓ માટે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બે થી ત્રણ વર્ષ સુધીના બાળકો અને વાલીઓ માટે આંગણવાડી કક્ષાએ ‘બાલક પાલક’ કાર્યક્રમનું આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું.
જેમાં બહોળા પ્રમાણ વાલીઓ, ગામના આગેવાનો તથા બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રોજેકટ ‘પા પા પગલી’ અંતગર્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ દ્વારા સરકારશ્રી દ્વારા આપવા આવતી સેવા વિશે માહિતગાર કરવામાં આવેલા તેમ પ્રોગામ ઓફિસર, આઇ.સી.ડી.એસ.-દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.