DEVBHOOMI DWARKAKALYANPUR
દેવભૂમિ દ્વારકા એસ.એલ.આર. દ્વારકા અને તેની ટીમ દ્વારા બાંકોડીના ગ્રામજનોને સ્વામિત્વ યોજના વિશે માહિતગાર કરાયા
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
સરકારશ્રીની સ્વામિત્વ યોજના અંતર્ગત દેવભૂમિ દ્વારકા સુપ્રિટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામોના તૈયાર કરવામાં આવેલ પ્રોપર્ટીકાર્ડની ચકાસણી કરવામાં આવી હતી. સુપરિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડઝ દેવભૂમિ દ્વારકા શ્રીમતિ મનીષાબેન ભટ્ટ અને તેમની ટીમ દ્વારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી. બાંકોડી ગામે આકારણી મુજબ ૧૮૯ મિલ્કતધારકોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર થયેલ છે.
આ સાથે ગામની સરકારી મિલ્કતોના પ્રોપર્ટીકાર્ડ તેમજ આ મિલકતોનું ક્ષેત્રફળ તથા સ્થળ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ તકે ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને સ્વામિત્વ યોજના અંગેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. ઉપરાંત તૈયાર થયેલ પ્રોપર્ટીકાર્ડને લગતા પ્રશ્નો કે વાંધા બાબતે સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.