DEVBHOOMI DWARKAKHAMBHALIYA

પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (પી.એમ.સૂરજ) પોર્ટલનો શુભારંભ

ટાઉનહોલ ખંભાળિયા ખાતે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક વર્ગના ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે: કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા

ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને ચેકપીપીઈ કીટકાર્ડ વિતરણ અને માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ કરાઇ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

                કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પી.એમ. સૂરજ/PM SU-RAJ), પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ  ખંભાળિયા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

        આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવે તેમજ લોકો સમૃદ્ધ બને તેવો સંકલ્પ કર્યો છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર ગરીબો, વંચિતો, મહિલાઓ માટે જન કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી જે નાગરિકોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા નીદર્શિત કરે છે.  આજરોજ યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ ઇ-લોન્ચિંગ, પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના સહિત અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ  આપવામાં આવ્યો હતો.

        વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં અને  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતએ વિકાસનું પર્યાય બન્યું છે. વિકસિત ભારત થકી વિકસિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા  અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી નાગરિકોના જીવનમાં ઉજાશ પાથર્યો છે.

         મંત્રીશ્રીએ આગળ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓ, યુવાઓ, ખેડૂતો અને ગરીબો આ ચાર વર્ગોના ઉત્થાન કરી સમાજની મુખ્યધારામાં લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સરકાર નાગરિકોના દ્વારે પહોંચી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રજાહિતલક્ષી યોજનાઓ લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૨૪૦ ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરી લાભ પહોચાડવામાં આવ્યો હતો. જે સરકારની નાગરિકોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

        જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેક, પીપીઈ કીટ, કાર્ડ વિતરણ અને માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

        કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ- સુરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુંઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

      દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત દેશના ૫૨૨ જિલ્લાઓના ૧ લાખથી વધુ SC, OBC અને સફાઇ કામદારોને ક્રેડિટ સપોર્ટ તથા “નમસ્તે” યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્યમાન હેલ્થકાર્ડ અને “પીપીઇ કીટ”  વિતરણ કરવામાં આવ્યુ હતુ.

        કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા, જે.કે.હાથિયા,  સંજયભાઈ નકુમ, ખંભાળિયા નગરપાલીકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, પ્રાંત અધિકારીશ્રી કે.કે.કરમટા, અગ્રણીશ્રી પી.એસ.જાડેજા, રસિકભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, ભરતભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, ગોવિંદભાઈ કનારા, વી. ડી.મોરી, સગાભાઈ રાવલિયા સહિત પદાધિકારીઓ,અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!