DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ

૧ વર્ષથી ૧૯ વર્ષની વયનાને કૃમિ નિયંત્રણ ગોળી ખવડાવવામાં આવી

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્ર  હેઠળના તમામ પી.એચ.સી., સબ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સ્ટાફ દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો ખાતે જેમાં ૧ વર્ષથી ૧૯ વર્ષની વયનાને કૃમિ નિયંત્રણ ગોળી ખવડાવવામાં આવી. જિલ્લાના અંદાજે કુલ ૨,૪૭,૧૪૩ને કૃમિ મુક્ત કરવા હેતુ કૃમિ નિયંત્રણની ગોળીઓ ખવડાવવામાં આવી.

        આ રાઉન્ડમાં ૧ થી ૧૯ વર્ષના તમામને આવરી લેવામાં આવેલા છે. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસમાં જે બાળકને કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવવાની બાકી રહેલ હોય તેમને તા. ૨૨/૦૨/૨૦૨૪ના રોજ મોપ અપ રાઉન્ડ યોજવામાં આવશે તેમાં કૃમિ નિયંત્રણની ગોળી ખવડાવો લેવા આરોગ્ય તંત્ર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિ. પં. દેવભૂમિ દ્વારકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!