DEVBHOOMI DWARKAKHAMBHALIYA
ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે “Say No To Plastic” સંદેશો દર્શાવતી રંગોળી બનાવાઈ
મિશન લાઇફ અંતર્ગત કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ કરવા સંકલ્પ લેવાયા
***
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
“Ending Plastic Pollution Globally”થીમ સાથે ‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ જન જાગૃતિ કાર્યક્રમોનું થકી નાગરિકોને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃત કરવામાં આવી રહી છે.
ત્યારે “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી નિમિતે મામલતદાર કચેરી ખંભાળિયા ખાતે મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા “Say No To Plastic” ના સંદેશ વાળી રંગોળી બનાવીને પ્લાસ્ટિક પ્રદૂષણ ટાળવા અંગે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મિશન લાઇફ અંતર્ગત પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.