DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારસુધીમાં ૧૭૪૧ પ્રચારત્મક સામગ્રીઓ દૂર કરાઇ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આદર્શ આચારસહિતનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આચારસંહિતાના અમલની સાથે જ જિલ્લાની જાહેર અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ૧૭૪૧ જેટલી  પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.

        આચાર સંહિતાના અમલીકરણના ભાગરૂપે જિલ્લામાં અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી ૩૪૮ વોલ રાઇટીંગ, ૬૪૦ પોસ્ટર, ૪૦૬ બેનર અને અન્ય ૩૮ પ્રચારાત્મક સામગ્રીઓ મળી કુલ ૧૩૨૦ પ્રચારાત્મક સામગ્રીઓ તથા ખાનગી મિલકતો પરથી ૧૦૨ વોલ રાઇટીંગ, ૯૮ પોસ્ટર, ૧૦૧ બેનર અને અન્ય ૦૮ મળી કુલ ૩૦૯ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!