જાણીતી ગૌશાળામાં પુણ્ય પામતા ભક્તો
વૃંદાવન ગૌશાળામાં ગાયોને મકરસંક્રાતના બેહજાર કિલો લાડુ ખવડાવાયા
દાતાઓના અવિરત પ્રવાહથી જલારામ અન્નક્ષેત્ર અને અબોલ જીવની સેવા ધમધમે છે
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર રાજકોટ રોડ નાં જાંબુડા ગામ માં મકર સંક્રાંતિ નિમિત્તે શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગૌશાળામાં ભવ્ય હવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી વૃંદાવન ગૌશાળા ટ્રસ્ટ સર્વે ટ્રસ્ટી મંડળ વગેરે ઉપસ્થિત રહ્યાનુ જણાવી પ્રમુખ ચંદુભાઇ રાજ્યગુરૂએ ઉમેર્યુ હતુ કે મકરસંક્રાતી નિમીતે શ્રી વૃદાવન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ભવ્ય હવન નો કાર્યક્રમ યોજાયો હતો તેમજ મહેમાનોએ ગૌસેવાના ભાગરૂપે મકરસંક્રાતી મહાપર્વના બેહજાર કિલો લાડુ ગાયોને જમાડવા માં આવ્યા હતાતેમજ ઘાસ-ખાંડ-કપાસીયા ખવડાવાયા હતા તેમજ એક દાતા તરફથી આ પવિત્ર દિવસે અબોલ જીવો માટે એમ્બ્યુલન્સ ગૌશાળા ને ભેટ આપવામાં આવી તેમજ આં ગૌશાળામાં ઘણા એવા દાતા દ્વારા ફાળો તેમજ લિલુ સુકુ ઘાસ પણ નિયમીત આપવામાં આવે છે
શ્રી જય જલારામ અન્નક્ષેત્ર અને
શ્રી વૃંદાવન ગૌશાળા – જાંબુડા
જે જાંબુડા ચોકડીથી ચાર કી.મી., કચ્છ હાઈ-વે, બાલાચડી સૈનિક રોડ ઉપર વેલકમ વોટર રીસોર્ટની બાજુમાં છે ત્યાં અસંખ્ય અબોલજીવ ગૌવંશ નુ જતન પાલન પોષણ થાય છે અને શ્રી વૃંદાવન ગૌશાળામાં દર વર્ષે મકરસંક્રાતના તેમજ જુદા જુદા વ્રત તહેવારના દિવસોએ ગાય માતાને માટે લાડું, બાજરાની ઘુઘરી, લાપસીનો પ્રસાદ બનાવવામાં આવે છે. અને અનેક સેવાભાવીઓ આ ગૌશાળામાં આવી ગાયોને પોતાના હાથે ખવડાવે છે તેમજ દર વરસે શ્રદ્ધાળુઓની સંખ્યા સેવા માટે વધતી રહે છે
દરમ્યાન સર્વે ગૌભકતોને પ્રમુખ ચંદુભાઇ રાજ્યગુરૂએ અપીલ કરી છે કે ગૌશાળામાં ગાયોના ઘાસચારાના સ્ટોક માટે એક ગોડાઉન બનાવવાની ખાસ જરૂરીયાત છે જે ગોડાઉનની લંબાઈ ૬૦ ફુટ પહોળાઈ ૩૫ ફુટ ઉંચાઇ ૩૦ ફુટ જેટલી થાય તો કોઇપણ દાતાઓને ઇચ્છા અનુસાર પત્તરા, લોખંડ, પાઈપ, સિમેન્ટ, રેતી જે આપવાની ઇચ્છા હોય તો દાન આપી શકે છે જેમાં મુખ્ય દાતાનુ નામ પણ ગોડાઉન ઉપર લખી શકાશે તેમ જણાવ્યુ છે
_____________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com