પાણી મેળવવા તંબુ તાણ્યા,જ્યાં સુધી નર્મદાનું પાણી નહી છોડાય ત્યાં સુધી ધરણા…
કાંકરેજ તાલુકાના ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે ૪ તાલુકાના ખેડૂતો ૪૧ ડિગ્રી તાપમાનમાં પાણી મેળવવા ધરણા પર ઉતરી આવ્યા...
પાણી મેળવવા તંબુ તાણ્યા,જ્યાં સુધી નર્મદાનું પાણી નહી છોડાય ત્યાં સુધી ધરણા…
—————————————-
કાંકરેજ તાલુકાના ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે ૪ તાલુકાના ખેડૂતો ૪૧ ડિગ્રી તાપમાનમાં પાણી મેળવવા ધરણા પર ઉતરી આવ્યા…
—————————————
બ.કાં.જિલ્લાની જીવાદોરી નર્મદા નદીનું પાણી ભર ઉનાળે બ્રાંચ કેનાલો અને ચાંગાથી દાંતીવાડા પાઈપલાઈન માં પાણી નહી છોડતા નર્મદા આધારિત ચાંગા પંપીંગ સ્ટેશન બંધ કરેલ છે અને નર્મદા કમાન્ડ એરિયામાં પણ પેટા કેનાલો બંધ કરી છે એને લીધે ખેડૂતોને ઉનાળો વાવેતર કરેલ છે તે અને ઘાસચારો બળી રહ્યો છે એના અનુસંધાને સરકારશ્રીને રજૂઆત કરી હતી પણ હજી સુધી પિયત માટે પાણી આપેલ નથી જગતનો તાત પાણી માટે આકરા તાપમાં પંપીંગ સ્ટેશન ખાતે ધરણા પર ઉતરી ગયો છે કુલ ૪ તાલુકાના ૨૦૦ થી વધુ ખેડૂતો પાણી છોડાવવા મક્કમ લડત લડી રહ્યા છે અને દિયોદર પ્રાંતને આવેદનપત્ર આપ્યા બાદ મંગળવાર થી જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી ધરણા કરવાની જીદ સાથે લડત શરૂ કરી છે. કાંકરેજ તાલુકાના ચાંગા નર્મદાની મુખ્ય કેનાલ પાસે આવેલા ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે દિયોદર, ડીસા,લાખની અને કાંકરેજ તાલુકાના ખેડૂત આગેવાનો પોતાના બોરના પાણીના તળ અને ઉનાળુ પાક તેમજ પશુપાલન માટે આપવામાં આવતું નર્મદાનું બંધ કરેલું પાણી ફરી ચાલુ કરવા મક્કમ લડત લડી રહ્યા છે ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલ સહિતના ખેડૂત આગેવાનો તાં. ૧૫/૦૪/૨૦૨૫ ને મંગળવાર થી ધખધખતા તાપમાં પીવાના પાણી માટે ટેન્કર અને છાંયડા માટે મંડપ ની વ્યવસ્થા કરી ધરણા પર ઉતરી ગયા છે.આ અંગે તેમણે જણાવ્યું હતું કે સરકારની ખેડૂતો પ્રત્યે દયા રહી નથી અત્યારે ખેડૂતોના બોરના પાણી ના તળ નર્મદાને લીધે ઊંચા આવ્યા હતા. પરંતુ દર શાલ જ્યારે પાણીની જરૂર હોય ત્યારે ઉનાળામાં જ નર્મદાનું પાણી બંધ કરી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહી છે.ત્યારે જ્યાં સુધી નર્મદાનું પાણી નહી છોડે ત્યાં સુધી અમો ૪ તાલુકાના ખેડૂત આગેવાનો હજારો ખેડૂતોને જીવાડવા ધરણા પર બેસી રહીશું અને અહીંથી ઊઠીશું નહી તેમ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530